Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

માથાભારે ચિરાગ ગોટી સામે વધુ 2 ફરિયાદ, ફાટેલા કપડાં, લોકોના હુજુમ સામે હાથ જોડી માફી માગી

સુરતના જે શખ્સનો વરઘોડો હજુ હમણાં જ પોલીસે કાઢ્યો હતો, તેના કાળા કરનામાની યાદી તો ઘણી લાંબી નીકળી. હીરાના નામે લાખોની ઠગાઈ હોય કે પત્નીના રહસ્યમય મોતનો મામલો, ચિરાગ ગોટીની કરતૂતો હવે એક પછી એક પરદા બહાર આવી રહી છે. શું આ માથાભારે શખ્સ સામે પોલીસ જૂની ફાઈલો ફરી ખોલવાની હિંમત બતાવશે? જાણો આ સનસનીખેજ અહેવાલમાં.
માથાભારે ચિરાગ ગોટી સામે વધુ 2 ફરિયાદ  ફાટેલા કપડાં  લોકોના હુજુમ સામે હાથ જોડી માફી માગી
Advertisement
  • વરઘોડા બાદ ચિરાગ ગોટીના વધુ બે કરનામા બહાર! (Chirag Goti Surat News)
  • સુરતના સિંગણપોર વિસ્તારમાં આતંકનો પર્યાય બન્યો હતો
  • ઢોલ-નગારા સાથે વરઘોડો કાઢી એસઓજીએ શાન ઠેકાણે લાવી
  • કતારગામના વેપારી પાસેથી 42.5 લાખના હીરા પડાવ્યાની ફરિયાદ
  • પત્નીના રહસ્યમય આપઘાત કેસમાં પોલીસની તપાસ સામે સવાલ

Chirag Goti Surat News : સુરત (Surat) શહેરના સિંગણપોર (Singanpore) વિસ્તારમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટી (Chirag Goti) ના કાળા કરનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. તાજેતરમાં જ સુરત એસઓજી (Surat SOG) દ્વારા તેની ધરપકડ કરી જે રીતે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, ત્યારબાદ હવે તેની સામે વધુ બે ગંભીર પોલીસ ફરિયાદો (Police Complaints) નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

Chirag Goti Surat News : હીરા બજારમાં 42.5 લાખની છેતરપિંડી

ચિરાગ ગોટીના કારનામા માત્ર વ્યાજખોરી સુધી મર્યાદિત નથી. સરથાણા (Sarthana) અને કતારગામ (Katargam) પોલીસ સ્ટેશનમાં તેની સામે નવી ફરિયાદો નોંધાઈ છે. કતારગામમાં હીરાની લેવડદેવડ બાબતે જિજ્ઞેશ વ્યાસના ભાઈ પાસેથી આશરે 42.5 લાખ રૂપિયાના હીરા (Diamonds) પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. દિનેશ રબારી (Dinesh Rabari) નામના શખ્સ મારફતે વેડરોડ પરની ઓફિસમાં થયેલી બેઠકમાં આ છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસમાં વેડરોડ, ડભોલી અને કતારગામના અન્ય માથાભારે ઈસમોના નામ પણ બહાર આવવાની શક્યતા છે.

Advertisement

Advertisement

પત્નીના સુસાઈડ કેસમાં પોલીસની ભૂમિકા સામે સવાલ

ચિરાગ ગોટીની ધરપકડ બાદ તેની પત્નીના અપમૃત્યુનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા મહિના પહેલા તેની પત્નીએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Suicide) કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે પત્નીએ સુસાઈડ નોટ (Suicide Note) પણ લખી હતી, તેમ છતાં ચોકબજાર પોલીસે (Chok Bazar Police) તે સમયે મામલો રફે દફે કરી ભીનું સંકેલ્યું હોવાની ચર્ચા છે. હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ ફરીથી પત્નીના મોતના રહસ્યની તટસ્થ તપાસ કરશે?

સિંગણપોરમાં વરઘોડો અને જનતાનો આક્રોશ

સુરત પોલીસે કુખ્યાત વ્યાજખોર ચિરાગ ગોટીના આતંકથી ત્રસ્ત પ્રજા વચ્ચે તેને ભણાવવા માટે સિંગણપોરની ગલીઓમાં ઢોલ-નગારા સાથે વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન એસઓજીએ તેને કાયદાના આકરા પાઠ ભણાવ્યા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ દર્શાવી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ચિરાગ પર આરોપ છે કે તે જરૂરિયાતમંદોને વ્યાજે નાણાં આપી ચાર ગણી રકમ પડાવતો અને અત્યાચાર (Inhuman Behavior) ગુજારતો હતો. પીડિતોએ હવે તેની સામે 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ ગુનો નોંધવાની ઉગ્ર રજૂઆત કરી છે.

આ પણ વાંચો : સુરતમાં ચિરાગ ગોટીનો જે વિસ્તારમાં ખૌફ હતો ત્યાં જ નીકળ્યું સરઘસ,જૂઓ લોકોએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×