Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

ખાનગી હોસ્પિટલમાં જવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર cisf જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી
Advertisement
  • CISF સેલના જવાન કિશન સીંગે પોતાને ગોળી મારી દીધી
  • બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી
  • આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા

Surat ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાને આત્મહત્યા કરી છે. જેમાં CISF સેલના જવાન કિશન સીંગે પોતાને ગોળી મારી દીધી છે. તેમાં બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં ખાનગી હોસ્પિટલમાં જવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. પોલીસે જણાવ્યું કે, CISFના જવાન કિસન સિંહે બપોરે 2.10 વાગ્યાની આસપાસ એરપોર્ટના વોશરૂમમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું.

CISF સેલના જવાન કિશન સીંગે પેટમાં ગોળી મારી

ડુમસ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, મૃતક જવાન જયપુરના રહેવાસી હતો અને સુરત એરપોર્ટ પર તૈનાત હતો. CISF સેલના જવાન કિશન સીંગે પેટમાં ગોળી મારી હતી. બનાવની જાણ થતાં જવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું છે. જવાન દ્વારા લેવામાં આવેલા આત્યંતિક પગલાનું કારણ તરત જ સ્પષ્ટ થયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Surat મહાનગરના ભાજપ પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ, 67 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા

Advertisement

જાણો સમગ્ર ઘટના:

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા જવાન કિશનસિંહે બાથરૂમમાં જઈ પોતાની સર્વિસ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. ગોળીની અવાજે બાકીના CISF જવાનો બાથરૂમ તરફ દોડ્યા હતા. પરંતુ બાથરૂમનો દરવાજો ખૂલ્યો નહોતો, જેના કારણે CISFના અન્ય જવાનો બાથરૂમના છત પરથી બાથરૂમમાં અંદર ગયા હતા. ત્યારે કિશન સિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલમાં લઈ જતા સમયે તેઓનું મોત થયુ છે. એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાથી એક સમયે ચકચાર મચી હતી.

આજે બપોરે પોતાના સાથી કર્મચારી CISF જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે સામાન્ય હતા. પરંતુ અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાને ગોળી માર લીધી હતી. ત્યારબાદ જવાનને તાત્કાલિક જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. કિશન સિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. તેઓએ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી. એક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા.

આ પણ વાંચો: Gujarat: 108 એમ્બ્યુલન્સમાં રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો બન્યો, માત-બાળકને બચાવ્યા

Tags :
Advertisement

.

×