CM Bhupendra Patel એ સુરત અને નવસારીમાં યોજી સમીક્ષા બેઠક, ધારાસભ્યો અને ખેડૂતોએ ઠાલવ્યો રોષ
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત અને નવસારીમાં પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સુરતમાં ધારાસભ્યોએ અધિકારીઓ સાંભળતા ન હોવાની સીએમને ઉગ્ર ફરિયાદ કરી હતી. નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં સમીક્ષા થઈ હતી. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ડાંગર-શાકભાજીના પાક નુકસાની સામે તાત્કાલિક સ્પેશિયલ સર્વે અને વળતરની માગ કરી છે.
Advertisement
CM Bhupendra Patel: દક્ષિણ ગુજરાત (South Gujarat) માં પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એક્શન મોડમાં આવ્યા છે. તેમણે સુરત (Surat) ખાતે મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો (MLAs) સાથે એક તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓની પિત્તો ખોલ્યો હતો અને સીએમ સમક્ષ ફરિયાદોનું પોટલું ઠાલવ્યું હતું. ધારાસભ્ય મનુભાઈએ જણાવ્યું કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે નક્કર પગલાં જરૂરી છે.

