Gujarat News: નેતૃત્વ, વિઝન અને સફળતાનો સંગમ એટલે C.R.Patil
- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ (C.R.Patil) સાહેબના કાર્યકાળને પાંચ વર્ષ પૂરા
- પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો
- વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી
Gujarat : જ્યારે નેતૃત્વ વિઝન સાથે જોડાય છે, ત્યારે સફળતાનો એક નવો અધ્યાય લખાય છે, પાંચ વર્ષ પહેલા ગુજરાતમાં ભાજપ (BJP) ના ભવિષ્યને નવી દિશા આપવા માટે એક નામ દક્ષિણ ગુજરાતથી આગળ આવ્યું અને તે ચહેરો એટલે સંગઠન શક્તિના પ્રણેતા, સી.આર. પાટીલ (C.R.Patil). 20 જુલાઈ 2020માં નવસારીના સાંસદ સી.આર.પાટીલ (C.R.Patil)ને BJP ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, ત્યાર બાદ ગુજરાતની રાજનીતિમાં જે ઈતિહાસ રચાયો, તેને ભૂતકાળના તમામ રેકોર્ડ કેવી રીતે તોડી નાખ્યા ? તે જાણવા માટે પાંચ વર્ષ પાછળ જવું પણ જરૂરી છે.
પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો
સી.આર.પાટીલે (C.R.Patil) પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા જ, પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો છે. વર્ષ 2020માં રાજ્યની 8 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો તેમની જ લીડરશીપ હેઠળ લહેરાયો હતો. 2021માં 125 મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપ (BJP) ની ભવ્ય જીત થઈ, જેનો શ્રેય પણ તેમના જ સીરે રહ્યો છે.
જિલ્લાભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો કરી સેવા હી સંગઠન અભિયાન ચલાવ્યું
ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો કરી સેવા હી સંગઠન અભિયાન ચલાવ્યું છે. વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમો યોજી તેમણે કાર્યકરતાઓથી લઈ નાગરિકોના મનમાં અલગ જગ્યા બનાવી છે. જેનું ફળ તેમને 2021માં મળ્યું છે. ગાંધીનગર મનપાની 44 બેઠકોમાંથી 41 બેઠકો પર જનતાએ કમળને આશીર્વાદ આપ્યા છે. વધુમાં 2021માં કુલ 31 માંથી 31 જિલ્લા પંચાયત કબ્જે કરી હતી. જ્યારે 214 તાલુકા પંચયાતમાંથી 196 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી, તો વર્ષ 2021માં રાજ્યની તમામ મહાનગર પાલિકાની કુલ 576 બેઠકોમાંથી 483 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો જેનું સુંદર પરિણામ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે.
સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કુલ 219 સંસ્થાઓમાં પણ વિજય મેળવ્યો
સી.આર.પાટીલ (C.R.Patil) ના નેતૃત્વ હેઠળ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી. જેની સીધી અસર વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી ઉપર પણ જોવા મળી હતી. ભાજપે (BJP) કુલ 26માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. મહત્વનું છે કે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા પછી સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કુલ 219 સંસ્થાઓમાં પણ વિજય મેળવ્યો છે. આ પરિણામ આંકડા સ્વરૂપે જે રીતે જોવા મળે છે તેની પાછળનું કારણ તેમનું સ્ટ્રોંગ નેતૃત્વ જ છે. એક કાર્યકરતાથી લઈ તેઓ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા છે, ગુજરાતની સાથે સાથે દેશની પ્રગતિને પણ વધુ પાવરફૂલ બનાવવા તેઓ દિવસરાત મહેનત કંઈક આજ રીતે કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 20 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?