Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ

CR પાટીલે કહ્યું હતું કે, ગ્રાઉન્ડમાં રમવાવાળો ખેલાડી ક્યારેય નબળો હોતો નથી.
surat   દેશ માટે રમવું  એ વિચાર જ એક તાકાત હોય છે   cr પાટીલ
Advertisement
  1. Surat માં સિનિયર નેશનલ-ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
  2. ઇન્ડોર સ્ટેડિયમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કરાવ્યો પ્રારંભ
  3. દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : સી.આર.પાટીલ

સુરતનાં (Surat) ઘોડદોડ રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં (Indoor Stadium) આજથી 26 જાન્યુઆરી સુધી 86 મી સિનિયર નેશનલ-ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનાં (CR Patil) હસ્તે આ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. CR પાટીલે દેશનાં વિવિધ રાજ્યમાંથી ભાગ લેનારા ટેબલ ટેનિસનાં (Table Tennis Championship) ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને જુસ્સો વધાર્યો હતો.

આ પણ વાંચો - Rajkot : વિંછીયા પથ્થરમારાની ઘટનામાં કોળી ઠાકોર સેનાનું અલ્ટિમેટમ! કહ્યું- જો પાંચ દિવસમાં..!

Advertisement

ગ્રાઉન્ડમાં રમવાવાળો ખેલાડી ક્યારેય નબળો હોતો નથી : CR પાટીલ

માહિતી અનુસાર, આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કહ્યું હતું કે, દેશ માટે રમવું એ વિચાર જ આપણા માં એક મોટી તાકાત હોય છે. તમારામાં જે જિજ્ઞાસા અને પ્રતિભા છે તે બહાર લાવવી જોઈએ. ગ્રાઉન્ડમાં રમવાવાળો ખેલાડી ક્યારેય નબળો હોતો નથી. CR પાટીલે વધુમાં કહ્યું કે, અમારાથી જે કંઈ કરવું પડે તે અમે કરીશું. ખેલાડીઓ માટે ફંડ પણ સરકારે જાહેર કર્યું છે, જેના કારણે ખેલાડીઓ સારો દેખાવ કરી શકે.

Advertisement

આ પણ વાંચો - Patan : વધુ એક બોગસ તબીબ ઝડપાયો, દવાઓ, ઈન્જેકશન સહિતનાં મેડિકલ સાધનો કબ્જે

19 થી 26 જાન્યુઆરી સુધી ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન

CR પાટીલે ખેલાડીઓનો જુસ્સો વધારવા કહ્યું કે, એક ખેલાડી તરીકે હારનો હંમેશા સ્વીકાર કરવો જોઈએ. હારથી નિરાશ થવાની જરૂર નથી. આપણે ક્યાં ભૂલ કરી છે તેનો ખ્યાલ હાર મળ્યા બાદ જ આવે છે. હાર બાદ જીત મળે છે. મહત્ત્વનું છે કે ભારત દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. જે સ્પર્ધામાં મેન્સમાં 35 અને વિમેન્સમાં 34 ટીમોનો સમાવેશ થયો છે. આ સ્પર્ધા (86th Senior National-Inter State Table Tennis Championship) 19 થી 26 જાન્યુઆરી એટલે કે 8 દિવસ સુધી સુરતનાં આંગણે યોજાઈ રહી છે.

આ પણ વાંચો - Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંને લઇ CR પાટીલનું મોટું નિવેદન!

Tags :
Advertisement

.

×