Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ભારે કરી! આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી! પોલીસને પણ ગોથે ચડાવી

Surat: એક યુવકે થોડા દિવસ પોતાની આંગળીઓ કપાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે.
surat  ભારે કરી  આ ભાઈએ તો નોકરી ના કરવા માટે પોતાની આંગળીઓ જ કાપી નાખી  પોલીસને પણ ગોથે ચડાવી
Advertisement
  1. સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના
  2. નોકરી ન કરવાં માટે યુવકે કાપી પોતાની આંગળી
  3. સુરત ક્રાઈમ બ્રાન્ચે રહસ્ય પરથી ઉઠાવ્યો પરદો
  4. પરણીત યુવકે નોકરી ન કરવી હોવાથી પગલું ભર્યું

Surat: સુરતમાં થોડા દિવસ પહેલા એક ઘટના બને છે જેમાં એક વ્યક્તિના હાથનીઆંગળીઓ કોઈ કાપીને જતું રહ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. મયુર તારાપરાએ આંગળી કપાવા અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.એટલું જ નહીં પરંતુ ટીમ બનાવીને ઘટના સ્થળની આસપાસ આંગળીઓની તપાસ પણ હાથ ધરી હતી. પરંતુ અત્યારે આ સમગ્ર ઘટનામાં એક નવો અને રોમાંચક વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટના અત્યારે સુરત જ નહીં પરંતુ ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બની છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે રહસ્ય પર પરદો થી ઉઠાવ્યો

આ સમગ્ર ઘટના મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. પરંતુ હકીકત એ છે કે, યુવક જેનું નામ મયુર તારપરા છે તેણે જાતે જ પોતાની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસે આ મામલે પુછપરછ કરી તો મયુરે જણાવ્યું કે, નોકરી ન કરવાં માટે પોતાની આંગળીઓ કાપી દીધી હતી. માત્ર નોકરી ના કરવા માટે કોઈ આટલી હદ સુધી કેવી રીતે જઈ શકે? જો કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે રહસ્ય પર પરદો થી ઉઠાવ્યો છે. પરણીત યુવક મયુર તારાપરા નોકરી ન કરવી હોવાથી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: લ્યો બોલો! સાયબર ઠગો ખુદ પોલીસને પણ છેતરી ગયા, બેંક કર્મીની ઓળખ આપી 5 લાખ ખંખેર્યા

Advertisement

નોકરી ના કરવી પડે તે માટે પોતાની આંગળીઓ કાપી નાખી અને...

નોંધનીય છે કે, મયુર તારાપરા પોતાના પરિચિતને ત્યાં નોકરી કરતો હતો. મયુર તાપરપારએ એવું નાટક રચ્યું હતું કે, પોતે બેભાન અવસ્થામાં હતો અને તેની આંગળીઓ કોઈ કાપીને જતું રહ્યું હતું. મયુર તારાપરા પોતે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખારવા ગામનો વતની છે. અને સુરતમાં પોતાના પરિચિતને ત્યાં નોકરી કરી રહ્યો હતો. પરંતુ અહીં નોકરી ના કરવી પડે તેના માટે પોતાની આંગળીઓ કાપીને નાટક રચ્યું હતું.

આ પણ વાંચો: લ્યો બોલો, આ જિલ્લામાં ભાજપના જ નેતા પક્ષના નેતાને ધારાસભ્ય નથી માનતા

મયુર તારાપરાએ પોતાની આંગળી કપાયાનું રચ્યું હતું નાટક

કહાણીએ એવી બનાવી કે વેદાંત સર્કલથી તે વરિયાવ બ્રિજ તરફ જઇ રહ્યો હતો, ત્યા વચ્ચે લઘુશંકા માટે રોકાયો અને ત્યાં બેભાન થઈ ગયો. ત્યાર બાદ જ્યારે હોશમાં આવ્યો ત્યારે એક હાથની ચાર આંગળીઓ કપાયેલી હતી. જેથી તેણે પોતાના મિત્રને ફોન કર્યો. જેથી તેનો મિત્ર ત્યા આવ્યો અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ પણ ગોથે ચડી ગઈ કે આખરે મયુરની આંગળીઓ કોણ કોપી ગયું. જો કે, અત્યારે જે હકીકત સામે આવી છે તે ચોંકાવનારી છે.

આ પણ વાંચો: ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સ ક્રિકેટ મેચનું અમદાવાદ ખાતે આયોજન, હર્ષ સંઘવી બનશે મુખ્ય અતિથિ

Tags :
Advertisement

.

×