Bharuch માં 11 વર્ષીય બાળકી સાથે ક્રૂરતા, પાડોશીએ ચોકલેટની લાલચે આચર્યું દુષ્કર્મ
Surat News : ગુજરાતના ભરૂચ જિલ્લામાં 11 વર્ષીય તરૂણીનું તેના ઘરેથી જ અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ગુજરાતના ઔદ્યોગિક નગર ભરૂચમાં સોમવારે સામે આવી. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા ફરિયાદ કરીને આરોપી મજૂર વિરુદ્ધ કેસ દાખલ કરાવી છે. સમગ્ર મામલે હવે ફરિયાદ પણ દાખલ થઇ ચુકી છે.
36 વર્ષીય આરોપી ઝારખંડનો રહેવાસી છે
પોલીસ ઉપાધીક્ષક કુશલ ઓઝાએ જણાવ્યું કે, 36 વર્ષીય આરોપી ઝારખંડના મુળ નિવાસી છે. તે પીડિત તરૂણીના ઘરની બાજુમાં રહેતો હતો. તેના પિતા સાથે તેના જ કારખાનામાં કામ કરતો હતો. સોમવારે તરૂણી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો અને તેનું અપહરણ કરીને તેને નજીકની ઝાડીઓમાં લઇ ગયો હતો.
આ પણ વાંચો : LIVE: Parliament Live Updates : વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં સ્વીકાર, સમર્થનમાં પડ્યા 269 વોટ
આરોપી પીડિતા તરૂણીનો પાડોશી હતો
એસપીએ જણાવ્યું કે, આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન તે બુમો પાડતી રહી. તેની અવાજ સાંભળીને માં મદદ માટે પહોંચી હતી. તેણે જોયું કે, તેની પુરી લોહી નિંગળતી હાલતમાં પડી હતી. તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પ્રાથમિક સારવાર બાદ વડોદરા ખસેડાઇ
આ અગાઉ પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિ સ્થિર છે. આ મામલે પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો : સરકારી અધિકારીઓને 30 મિનિટ ઉભા રહીને કામ કરવાની સજા, આ IAS ની થઇ રહી છે વાહવાહી
આરોપી પરણિત અને 2 બાળકોનો પિતા
પોલીસ તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામાં આવી. જેમાં આરોપી અંગે પોલીસને ભાળ મળી હતી. તેને કસ્ટડીમાં લઇને પુછપરછ કરતા પોતાનો ગુનો કબુલી લીધો હતો. આરોપી પરણિત છે. બે બાળકનો પિતા છે. પીડિતાના પરિવારને પહેલાથી જ ઓળખતો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : GPSC નાં ઉમેદવારો માટે મોટા સમાચાર, પ્રાથમિક કસોટીનાં સંમતિ પત્ર માટે ભરવી પડશે આટલી ડિપોઝિટ ફી!