Deputy Chief Minister Harsh Sanghavi એ તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ ભવનનું કર્યું ઉદ્ઘાટન
- Harsh Sanghavi: લોકોને વધુ ઝડપથી ન્યાય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી
- હર્ષ સંઘવીના હસ્તે મૂળમાલિકોને તેમનો ચોરાયેલો માલસામાન પરત કરાયો
- ખેડૂતો પર પડેલી આફત વચ્ચે હર્ષ સંઘવીએ સન્માનનો ઈનકાર કર્યો
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદા વ્યવસ્થા મજબૂત બનાવવા અને લોકોને વધુ ઝડપથી ન્યાય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. દરમિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળમાલિકોને તેમનો ચોરાયેલો માલસામાન પરત કરાયો છે.
કોર્ટ સુધી આવનારને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે
ઉચ્છલ ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કાનૂની વ્યવસ્થા મજબૂત બનાવવા નાયબ મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી હતી. તેમજ જણાવ્યું હતુ કે કાનૂની વ્યવસ્થા એવી મજબૂત બનાવજો કે અહીં ઓછામાં ઓછા લોકો કોર્ટ સુધી આવે. કોર્ટ સુધી આવનારને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે તથા લોકોને કોર્ટના ધક્કા ન ખાવા પડે તેવું કાર્ય કરજો.
#WATCH | Tapi | Gujarat Dy CM Harsh Sanghvi inaugurates a New Court Building pic.twitter.com/5mQN0PzJMj
— ANI (@ANI) November 9, 2025
Harsh Sanghavi: ધક્કા નહીં ખાવા પડે એના ચપ્પલ નહીં ઘસાઈ જાય
તાપીના ઉચ્છલ ખાતે કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી જણાવ્યું કે લોકાર્પણ દરમ્યાન હું એવી પ્રાર્થના કરતો હોવ કે આનો ધંધો વધુમાં વધુ ચાલે પણ આજના લોકાર્પણ કાર્યક્રમમાં એવી પ્રાર્થના નહીં કરી કારણ કે કોર્ટના લોકાર્પણ દરમ્યાન મેં ભગવાનને પ્રાર્થના કરી કે કાનૂની વ્યવસ્થા એવી મજબૂત બનાવજો કે અહીં ઓછામાં ઓછા લોકો કોર્ટ સુધી આવે તથા બીજી પ્રાર્થના એવી કરી કે ભગવાન આ કોર્ટ સુધી આવનારને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે એને ધક્કા નહીં ખાવા પડે એના ચપ્પલ નહીં ઘસાઈ જાય.
એક પિતાના સપનાં અને અરમાનોને અખંડ રાખતું આપણું ન્યાય તંત્ર !
⚖️ વ્યારામાં રહેતા રમેશભાઈ જોષી દિવાળી વેકેશનમાં વતન ગયા અને બંધ ઘરમાં પડેલા દીકરાના લગ્ન માટે સાચવેલા જીવનભરની પૂંજી સમા રૂ.૨૭ લાખના ઘરેણાં ચોરાઈ જાય છે. તાપી જિલ્લા પોલીસની પ્રતિબદ્ધતાથી ગણતરીના કલાકોમાં ગુનેગારોને… pic.twitter.com/qAdm49Hexf
— Harsh Sanghavi (@sanghaviharsh) November 9, 2025
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ શાલ ઓઢવા ઈનકાર કર્યો
એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ શાલ ઓઢવા ઈનકાર કર્યો હતો. જેમાં ખેડૂતો પર પડેલી આફત વચ્ચે સન્માનનો ઈનકાર કર્યો છે. ઓલપાડમાં ખેડૂતો વચ્ચે ગયા ત્યારે આ ઘટના બની હતી. તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખેડૂતો તકલીફમાં છે, શાલ ન ઓઢવાની હોય. જેમાં ખેડૂતમિત્ર રાહત પેકેજ મુદ્દે સન્માન કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
Harsh Sanghavi : "આ બધા દુઃખમાં છે અને
મારે સાલ કે સાફો ના પહેરવાનો હોય"! | Gujarat Firstનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાદગીનો વીડિયો વાયરલ, ખેડૂતો દુઃખમાં હોય અને તેમને સાંત્વના આપવાની વાત કરી, સાલ ઓઢીને સન્માન કરવાની ના પાડી સાથે જ સાફો ખેડૂતોને પહેરાવવાનું કહ્યું!… pic.twitter.com/6LIKc1TkF4
— Gujarat First (@GujaratFirst) November 9, 2025
આ પણ વાંચો: Dhirendra Shastri: 'સનાતન હિંદુ એકતા પદયાત્રા' માં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ગુજરાતીમાં EXCLUSIVE વાતચીત!


