Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: "પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ રાખજો" DyCM હર્ષભાઈ સંઘવીની પોલીસ જવાનોને ટકોર

Surat: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ આજે સુરત પોલીસ (Surat police) ના જવાનો અને તેમના પરિવારોને મોટી ભેટ આપી છે. સુરત પોલીસ લાઈન (Police Line) અને અન્ય પોલીસ વસાહતોમાં અંદાજે રુ. 116 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ આવાસો (Quarters) અને સુવિધાઓનું હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ (Inauguration) તથા ખાતમુહૂર્ત (Foundation Stone Laying) કરવામાં આવ્યું હતું.
surat   પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ રાખજો  dycm હર્ષભાઈ સંઘવીની પોલીસ જવાનોને ટકોર
Advertisement
  • સુરત (Surat)માં રુ.116 કરોડના ખર્ચે તૈયાર આધુનિક પોલીસ આવાસનું DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ
  • સરકારી મકાન નહીં, પરંતુ પોતાનું 'સપનાનું ઘર' સમજીને તેમાં પ્રવેશ કરવા હર્ષભાઈ સંઘવીની પોલીસ પરિવારોને અપીલ
  • ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ વિભાગ માટે 20 હજાર નવા મકાનો (Houses) બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય
  • "પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ રાખજો, ઘરે નહીં" - હર્ષભાઈ સંઘવીની પોલીસને ટકોર

Surat: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ આજે સુરત પોલીસ (Surat police) ના જવાનો અને તેમના પરિવારોને મોટી ભેટ આપી છે. સુરત પોલીસ લાઈન (Police Line) અને અન્ય પોલીસ વસાહતોમાં અંદાજે રુ. 116 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ આવાસો (Quarters) અને સુવિધાઓનું DyCM હર્ષભાઈ સંઘવી અને C. R. Patil ના હસ્તે લોકાર્પણ (Inauguration) તથા ખાતમુહૂર્ત (Foundation Stone Laying) કરવામાં આવ્યું હતું.

સુરત (Surat) માં પોલીસ આવાસ અને વિવિધ સુવિધાઓના લોકાર્પણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (DyCM Harsh Sanghavi) નું નિવેદન

લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જવાનોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાત સરકાર પોલીસ પરિવારની સુખાકારી માટે ગંભીર છે. ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ વિભાગ માટે 20 હજારથી વધુ મકાનો બનાવવાનો નિર્ણય (Decision) લેવામાં આવ્યો છે." DyCM હર્ષભાઈ સંઘવીએ જવાનોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, આ મકાનોને સરકારી આવાસ નહીં પણ પોતાનું 'સપનાનું ઘર' (Dream Home) સમજીને તેમાં પ્રવેશ કરજો. પ્રાઇવેટ બિલ્ડરો (Private Builders) જેવી આધુનિક સુવિધાઓ સરકારે જવાનો માટે ઊભી કરી છે.

Advertisement

Advertisement

લોકાર્પણ કરવામાં આવેલી મુખ્ય સુવિધાઓ

પીપલોદ પોલીસ લાઈન: 192 નવા ક્વાર્ટર્સ (B-Category), હોર્સ રાઈડિંગ સ્કૂલ (Horse Riding School) અને આધુનિક લાઈબ્રેરી (Library).
રાંદેર પોલીસ લાઈન:40 નવા ક્વાર્ટર્સ.
ભેસ્તાન: નવું પોલીસ સ્ટેશન અને ACP'J' ડિવિઝન ઓફિસ.
લાજપોર જેલ:કીચનર્સ બેરેક અને ભવ્ય કોમ્યુનિટી હોલ.
મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force): 48 ક્વાર્ટર્સ, એડમિન બ્લોક (Admin Block) અને ક્લબ હાઉસ (Club House).

પોલીસની કામગીરી અને શિસ્ત પર ભાર

સુરત પોલીસે લુખ્ખા તત્વો સામે જે કડક કાર્યવાહી (Action) કરી છે તેની પ્રશંસા કરતા હર્ષભાઈ સંઘવીએ પોલીસનો આભાર માન્યો હતો. જોકે, તેમણે શિસ્ત બાબતે ટકોર કરતા જણાવ્યું કે, "પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ હોવી જોઈએ, તે ઘરે ન આવવી જોઈએ." વધુમાં તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, રાત્રિના સમયે બિલ્ડિંગ નીચે બેસીને પાનની પિચકારીઓ મારીને ગંદકી ન કરતા, જો બેસવા માટે સારી વ્યવસ્થા જોઈતી હશે તો હું પોતે કરી આપીશ.

આગામી આયોજન

સરકાર હવે ફ્લેટ એલોટમેન્ટ ની પ્રક્રિયા પણ એકસમાન કરવા જઈ રહી છે જેથી દરેક પોલીસ પરિવારને ઝડપથી અને ન્યાયી રીતે ઘર મળી રહે. નવા આવાસો માટે જમીન સંપાદનની કામગીરી પણ હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ વેગવંતી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો :  Gujarat Assembly Bill 2026 : લેભાગુ ડોક્ટરોની હવે ખેર નથી! વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ પાસ, જાણો શું છે નવા નિયમો

Tags :
Advertisement

.

×