Surat માં બીજા Khodaldham ની ચર્ચા, ધીરુભાઈ ગજેરાએ કહ્યું- "આ વિચાર નિંદનીય છે"
- Surat માં બે Khodaldham બનવાની ચર્ચા તેજ
- બે ખોડલધામ બનવાની ચર્ચાને લઈ ધીરુભાઈ ગજેરાનું નિવેદન
- જેને આ વિચાર આવ્યો તે ખરેખર નિંદનીય છેઃ ધીરુભાઈ
- "ઉચ્ચ લાગવગ ધરાવતા ઉદ્યોગપતિઓએ એકતા તોડવા પ્રયાસ કર્યો"
Khodaldham Surat: છેલ્લા કેટલાક સમયથી સુરત (Surat) માં બીજા 'ખોડલધામ' (Khodaldham) બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ હિલચાલને લઈને લેઉવા પટેલ સમાજના અગ્રણી ધીરુભાઈ ગજેરાએ (Dhirubhai Gajera) આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ વિચારને 'નિંદનીય' (Condemnable) ગણાવીને સમાજની એકતા તોડવાનું ષડયંત્ર ગણાવ્યું છે.
Surat માં બીજા ખોડલધામના નિર્માણની ચર્ચા પર Dhirubhai Gajera નું નિવેદન
ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, જે રીતે કડવા પટેલ સમાજ માટે 'ઉમિયાધામ' (Umiyadham) શક્તિ અને આસ્થાનું કેન્દ્ર (Center of Faith) છે, તે જ રીતે લેઉવા પટેલ સમાજ માટે ખોડલધામ આસ્થાનું પ્રતીક બન્યું છે. તેમણે લોહાણા (લુવાણા) સમાજના વીરપુર (Virpur) ધામનું ઉદાહરણ આપતા કહ્યું કે, જેવી રીતે વીરપુર પ્રત્યે સમાજની અખંડ શ્રદ્ધા છે, તેવી જ રીતે ખોડલધામની રચના કરવામાં આવી હતી જેનાથી સમાજને મોટો ફાયદો થયો છે.
View this post on Instagram
ઉદ્યોગપતિઓ સામે આકરા પ્રહાર
ધીરુભાઈએ સીધો આક્ષેપ કર્યો છે કે સુરતના ઉચ્ચ લાગવગ ધરાવતા કેટલાક ઉદ્યોગપતિઓ (Industrialists) પોતાની સત્તા અને સંપત્તિના જોરે સમાજમાં ભાગલા પાડવા માંગે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે એક ખોડલધામ અસ્તિત્વમાં છે, ત્યારે બીજા ખોડલધામની જરૂરિયાત જ શું છે?"
ધીરુભાઈ ગજેરાની અપીલ
ધીરુભાઈ ગજેરાએ અપીલ કરી છે કે, સામાજિક સંસ્થાઓએ સંપત્તિવાન લોકોના 'હાથા' ન બનવું જોઈએ.સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે આવા પાયાવિહોણા સપના કે વિચારોને જાકારો આપવો જોઈએ. હાલના ખોડલધામનું મહત્વ જાળવી રાખીને આસ્થાના કેન્દ્રને વધુ મજબૂત બનાવવું જોઈએ.
આ પણ વાંચો: Moyamoya disease Gujarat: 'મોયા મોયા' જેવી દુર્લભ બીમારીમાં આયુર્વેદિક પંચકર્મથી 8 વર્ષે યુવક ચાલતો થયો


