Surat: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે વધુ એકનો આપઘાત, કાપોદ્રામાં રત્નકલાકારે ગળે ફાંસો ખાધો
- 44 વર્ષીય રત્નકલાકાર રાજેશ ભેસાનીનો આપઘાત
- ઐતિહાસિક મંદી, રત્નકલાકારોનું જીવન ખોરવાયું
- 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી
- 18 મહિનામાં 45થી વધુ રત્નકલાકારના આપઘાત
Surat: અત્યારે રત્ન કલાકારોની હાલત ખુબ જ કફોડી બની છે. મંદી એ હદે અસર કરી ગઈ છે કે, રત્નકલાકારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ ખુબ જ મુશ્કેલ બની ગયું છે. આજે સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મળતી વિગતો પ્રમાણે 44 વર્ષીય રત્નકલાકાર રાજેશ નાથાભાઈ ભેસાનીએ જીવન ટૂંકાવ્યું છે.
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારે ગળે ફાંસો ખાધો
રત્નકલાકાર રાજેશ નાથાભાઈ ભેસાનીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો દઈ આપઘાત કર્યો છે. જો કે, રત્ન કલાકારના આપઘાતનું કારણ અકબંધ છે. રત્નકલાકાર રાજેશ નાથાભાઈ ભેસાનીના પરિવારની વાત કરીએ તો સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ આ બન્ને ભાઈ બહેને હવે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ માલલે પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે. પરંતુ સૌથી ચિંતાની વાત એ કે રત્ન કલાકારો હવે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે પણ સક્ષમ રહ્યાં નથી એ હદે મંદી આવી છે.
Surat માં વધુ એક રત્ન કલાકારે ટૂંકાવ્યું જીવન | GujaratFirst#Surat #MentalHealthAwareness #SuratPolice #SuicideCase #TragicIncident #GujaratFirst@sdasuratorg @ikumarkanani pic.twitter.com/OQ79YQqbfi
— Gujarat First (@GujaratFirst) December 24, 2024
18 મહિનામાં 48થી વધુ રત્નકલાકારના આપઘાત
સુરતમાં છેલ્લા 50 વર્ષમાં આવી ફરી એકવાર આવી ભયંકર મંદી આવી છે, આ પહેલા 2008માં આવી મંદી આવી હતી. જેમાં પણ અનેક રત્નકલાકારોએ આત્મહત્યા કરી હતી. અત્યારે પણ મંદીના કારણે અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, કેટલીક કંપનીઓએ કર્મચારીઓનો પગાર અડધો કરી નાખ્યો છે. આવી મંદીમાં છેલ્લા એક વર્ષમાં સુરતના 50 થી વધારે રસ્ત કલાકારોએ આત્મહત્યા કરી લીધી હોવાનો ડાયમંડ યુનિયન વર્કર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હવે કેમ સરકાર કે નેતાઓ આમની વારે નથી આવતા?
આ પણ વાંચો: Gondal : રીબડા પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, ટ્રકચાલકનું ઘટના સ્થળે જ મોત
રાજ્યભરમાં 17 લાખ રત્નકલાકારો પર મોટું સંકટ
આખરે કેમ આ રત્નકલાકારોની વારે કોઈ નથી આવતું? છેલ્લા એક વર્ષથી સુરતનો હિરા ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો છે. ઐતિહાસિક મંદીમાં રત્નકલાકારોનું જીવન ખોરવાઈ રહ્યો છે. છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં આવેલી આ સૌથી ભારે મંદી છે. જેમાં 18 મહિનામાં 48થી વધુ રત્નકલાકારોએ આપઘાત કર્યો છે. એટલું જ નહીં પરંતુ દિવાળી બાદ નેચરલ ડાયમંડની 75 ટકા ફેક્ટરી ઠપ થઈ ગઈ છે.
આ પણ વાંચો: 'No Detention Policy' અંગે કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?
રત્નદીપ યોજનાને ફરીથી શરૂ કરવાની માંગણી તેજ
ચોંકાવનારા આંકડા એ છે કે, આ ભયંકર મદીમાં 2 લાખથી વધુ રત્નકલાકાર બેરોજગાર બન્યાં છે. અત્યારે રાજ્યભરમાં 17 લાખ રત્નકલાકારો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. એક મોંઘવારીના માર અને આ વચ્ચે હવે મંદીના કારણે કર્મચારીઓના પગારમાં કાપ મુકાઈ રહ્યો છે. હીરા ઉદ્યોગને બચાવવા સરકાર પાસે મદદની માંગી છે પરંતુ સરકાર કેવી મદદ કરે છે તે એક સવાલ છે? અત્યારે રત્નદીપ યોજનાને ફરીથી શરૂ કરવા માટેની માંગણી તેજ બની છે. જો કે, અત્યારે તેની જરૂર પણ છે. કારણે કે, 2 લાખથી પણ વધારે રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. રત્ન કલાકારો માટે પોતાના પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયો છે.
આ પણ વાંચો: Ahmedabad: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી