Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad : સિવિલ હોસ્પિટલના 'સાયલન્ટ ઝોન'માં તબીબોની ડીજે પાર્ટી

એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા
valsad   સિવિલ હોસ્પિટલના  સાયલન્ટ ઝોન માં તબીબોની ડીજે પાર્ટી
Advertisement
  • એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભૂલ્યા ભાન
  • લાઉડ મ્યૂઝીક અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી
  • હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી ઉઠ્યા અનેક સવાલ

Valsad : સિવિલના 'સાયલન્ટ ઝોન'માં તબીબોની ડીજે પાર્ટી યોજાઇ છે. જેમાં વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓએ પાર્ટી યોજી હતી. તેમાં એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા છે. જેમાં લાઉડ મ્યૂઝીક અને ધમાલથી દર્દીઓને ભારે હાલાકી પડી છે. તથા ગાડીઓના રૂફ પર બેસી સ્પીડ સાથેના સ્ટંટ પણ કર્યા છે. જેમાં હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલ ઉઠ્યા છે.

Advertisement

આ સવાલના જવાબ કોણ આપશે!

- સાયલન્ટ ઝોન છતાં પાર્ટીનું કરાયું આયોજન?
- સિવિલના કેમ્પસમાં પાર્ટી કરવા કોણે આપી મંજૂરી?
- સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને શું આની જાણકારી હતી?
- શું આ વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરાશે ખરી

Advertisement

ઇમરજન્સી વોર્ડમાં રખડતા શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અગાઉ વલસાડની સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમ્યાન હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં રખડતા શ્વાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે સિવિલ હોસ્પિટલમાં કેટલી સુરક્ષા છે તેની પોલ ખુલી હતી. જોકે આ બાબતે સિવિલ હોસ્પિટલના ડીને લૂલો બચાવ કરતા કહ્યું કે, સિક્યુરિટી કર્મચારીઓ ક્યાંક લઘુશંકાએ ગયા હશે. ત્યારે કોઈ શ્વાન અંદર ઘૂસ્યો હોઈ શકે અને આ વીડિયો જૂનો છે. જે વીડિયો વાયરલ થયો છે એ ઇમરજન્સી ગેટ પાસેનો છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રે દરમિયાન ઈમર્જન્સી વોર્ડમાં રખડતા કૂતરાઓ ફરતા હોવાનું એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને વલસાડ સિવિલ હોસ્પિટલની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં હવે ફરી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે.

સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તે એક સવાલ

ગયા વર્ષે પાટનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પાર્ટી રાખતા વિવાદ થયો હતો. સાયલન્ટ ઝોન ગણાતા સિવિલ કેમ્પસમાં જ DJ પાર્ટી યોજાઈ હતી. મેડિકલ કોલેજની કલ્ચરલ ઈવેન્ટ માટે ઓડીટોરીયમ પાર્કિંગમાં જ રાત્રે રેસિડેન્ટ તબીબો ડીજેના તાલે ઝૂમ્યા હતા. જેને પગલે રાત્રી દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખલેલ પહોંચી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તે તપાસનો વિષય બન્યો હતો.

ઓડિટોરીયમ પાસેની ખુલ્લી જગ્યામાં જ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા

મેડિકલ કોલેજની કલ્ચરલ ઈવેન્ટમાં ઓડિટોરીયમ પાસેની ખુલ્લી જગ્યામાં જ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા હતા. ખુલ્લી જગ્યામાં થયેલા આયોજનને પગલે ડીજેનો ઘોંઘાટ આખા કેમ્પસમાં ફેલાયો હતો. જેને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ખલેલ પહોંચી હોવાની ફરિયાદો ઉઠી હતી. કલ્ચરલ ઈવેન્ટમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી આનંદિત થાય તેમાં કોઈને વાંધો નથી. પરંતુ ડીજે પાર્ટી માટે જગ્યાની પસંદગી ખોટી કરવામાં આવી હતી. સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીની મંજૂરી કોણે આપી તે એક સવાલ છે.

આ પણ વાંચો: A. R. Rahman ની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Tags :
Advertisement

.

×