Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Airport પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક, આકાશમાંથી ઉતર્યો કરોડોનો Hybrid Ganja, એજન્સીઓ પણ ચોંકી ઉઠી!

સુરત એરપોર્ટ પર એક શંકાસ્પદ મુસાફરના સામાનમાંથી એવી વસ્તુ મળી આવી છે જેનાથી સુરક્ષા એજન્સીઓ સફાળી જાગી છે. આકાશમાંથી જમીન પર ઉતરેલા આ પેસેન્જરના ઇરાદાઓ જાણીને તપાસનીશ અધિકારીઓ પણ હેબતાઈ ગયા છે. આ રહસ્યમય પાર્સલ અને તેના તાર ક્યાં જોડાયેલા છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. શું છે આ આખું પ્રકરણ? જાણો વિગતવાર.
surat airport પર driની સર્જિકલ સ્ટ્રાઈક  આકાશમાંથી ઉતર્યો કરોડોનો hybrid ganja  એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Advertisement
  • સુરત એરપોર્ટ પર DRI ની ટીમે કરોડોનો નશીલો પદાર્થ ઝડપી પાડ્યો
  • દિલ્હી-સુરત ફ્લાઈટના પેસેન્જર પાસેથી 8.6 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત
  • પકડાયેલા નશીલા જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.80 કરોડ રૂપિયા
  • ડ્રગ્સનો આ જથ્થો દિલ્હીથી સુરતમાં કોને આપવાનો હતો તે અંગે સવાલો
  • DRI એ મુસાફરની અટકાયત કરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા કવાયત તેજ કરી

Hybrid Ganja seized Surat Airport: સુરત એરપોર્ટ (Surat Airport) પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ટીમે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દિલ્હી (Delhi) થી સુરત આવતી ફ્લાઈટના એક મુસાફરની તલાશી લેતા કરોડો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ (Drugs) મળી આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચી કિંમતે વેચાતા આ પ્રતિબંધિત જથ્થાને જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. તપાસ એજન્સીએ (Investigation Agency) આરોપીની અટકાયત કરીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Hybrid Ganja seized Surat Airport_GUJARAT 0

Advertisement

કરોડોની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (Hybrid Ganja) જપ્ત

DRI એ દિલ્હી-સુરત ફ્લાઈટના (Flight) મુસાફર પાસેથી કુલ 8.6 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા આ માદક પદાર્થની આંતરરાષ્ટ્રીય કિંમત (International Value) આશરે 2.80 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સામાન્ય ગાંજા કરતા અનેકગણો મોંઘો ગણાતો આ હાઈબ્રિડ જથ્થો સુરતમાં ઘુસાડવામાં આવતો હતો. હાલમાં DRI ની ટીમે તમામ જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો---- Panchmahal Accident News: રોડ સાઈડ ઉભેલા યુવકો પર કાળ બનીને ત્રાટકી કાર, ત્રણેયના સ્થળ પર જ મોત

મોટા માથાઓના સંડોવણીની આશંકા

આ ડ્રગ્સ દિલ્હીમાં ક્યાંથી આવ્યું અને સુરતમાં (Surat) આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો તે સૌથી મોટો પ્રશ્ન છે. સુરત અને દિલ્હીના કયા મોટા માથાઓ આ આખા નેટવર્કમાં (Network) સામેલ છે તેની પણ કડક પૂછપરછ (Interrogation) કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે. DRI એ મુસાફરની કસ્ટડી લઈને તેને પૂછવા માટે ખાસ પ્રશ્નાવલી તૈયાર કરી છે જેથી સપ્લાય ચેઈનની (Supply Chain) કડીઓ જોડી શકાય.

Hybrid Ganja seized Surat Airport_GUJARAT 0

આ પણ વાંચો---- Panchmahal માં Delhi Mumbai Expressway બન્યો 'ડેથ ઝોન'?, 25 દિવસમાં ચોથો accident, નદીમાં પડી car


Tags :
Advertisement

.

×