Chhath Puja 2025 : કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી ખોરવાઈ, ભક્તોને ખાસ અપીલ
- Surat માં છઠ પૂજાને લઈ તંત્રની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું (Chhath Puja 2025)
- વરસાદ થતાં ઉકાઈ ડેમની સપાટી વધી, સિંગણપોર વિયર કમ કોઝવેમાં પાણી છોડાયું
- તાપી નદી બે કાંઠે થઈ, છઠ પૂજા માટે તૈયાર કરેલ મંડપ, સ્થળ પાણીમાં ગરકાવ થયા
- બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરત તાપી કાંઠે હાલ લોકો છઠ પૂજા કરવા નહિ આવે તેવી અપીલ કરી
Surat : આજે રાજ્યભરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સુરત, અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, ભાવનગર (Bhavnagar), જુનાગઢ, નવસારી, પોરબંદર, ગીર સોમનાથ, ખેડા, આનંદ સહિતના અનેક જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે. છઠ પૂજાનાં (Chhath Puja 2025) દિવસે વરસાદ પડતા ભક્તો ચિંતામાં મૂકાયા છે. સુરતમાં છઠ પૂજા નિમિત્તે કોઝવે પાસે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી પર પાણી ફરી વળ્યા છે. 27 અને 28 ઓક્ટોબર આમ બે દિવસ માટે છઠ પૂજા નિમિત્તે પૂજા કરવા આવનારા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ હતી. બિહાર વિકાસ મંડળ (Bihar Vikas Mandal) અધ્યક્ષે સુરત-તાપી કાંઠે લોકો છઠ પૂજા કરવા નહિ આવે તેવી અપીલ કરી છે.
આ પણ વાંચો - Chhath Puja 2025: ગુજરાત સહિત દેશભરમાં આજે છઠ પૂજાની ઉજવણી, CM ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ રહેશે હાજર
Chhath Puja ની તૈયારીઓ પર ફરી વળ્યું પાણી!
સુરતમાં તંત્ર (SMC) દ્વારા છઠ પૂજાને લઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સિંગણપોર વિયર કમ કોઝવે (Singanpur Wear cum Causeway) વિસ્તારમાં તાપી નદી કિનારે પંડાલ, સ્ટેજ, સંગીત સહિતની તૈયારીઓ કરવામાં આવી છે, જેથી ભક્તો આવીને છઠ પૂજા કરી શકે. પરંતુ, સતત થઈ રહેલા કમોસમી વરસાદના કારણે તંત્રની આ તૈયારીઓ પર જાણે પાણી ફરી વળ્યું છે. ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી છોડતા કોઝવેની સપાટી વધી હતી, જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે. આ કારણે, છઠ પૂજા માટે કરવામાં આવેલી સમગ્ર તૈયારી ખોરવાઈ ગઈ છે.
આ પણ વાંચો - Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો
તાપી કાંઠે ભક્તો હાલ પૂજા કરવા ન આવે તેવી અપીલ
માહિતી અનુસાર, સુરતનાં વિયર કમ કોઝવેની સપાટી રવિવારે રાતે 10 વાગ્યે 63.82 મીટર હતી. છઠ પૂજા (Chhath Puja 2025) નિમિત્તે તૈયાર કરેલ મંડપ અને પૂજા માટે ત્યાર કરેલ જગ્યા પાણીમાં ગરકાવ થયા છે. હાલ, છઠ પૂજાને લઇ ભક્તોમાં ચિંતાનો માહોલ છે. બિહાર વિકાસ મંડળ અધ્યક્ષ પ્રભુદાસ યાદવે સુરત તાપી કાંઠે (Tapi River) હાલ ભક્તો છઠ પૂજા કરવા માટે નહિ આવે તેવી અપીલ કરી છે.
આ પણ વાંચો - Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર


