Harsh Sanghavi Action: સુરતમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં તેઓ પહેરેલા કપડે બહાર નીકળી ગયા હતા. પૂરગ્રસ્તોની વ્હારે આવતા DYCM હર્ષભાઇ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૂર પ્રભાવિત લોકોને તાત્કાલિક બે જોડી કપડાં આપવાની કડક અને સંવેદનશીલ સૂચના આપી છે.
Harsh Sanghavi Action: દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત (Surat) શહેરમાં ખાડીપૂર (Khadi Flood) ના કારણે સર્જાયેલી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. મુશળધાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) પૂરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે. મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકો પ્રત્યે તેમની માનવતા અને સંવેદના છલકાઈ આવી છે.
પહેરેલા કપડે નીકળેલા લોકો માટે મોટો નિર્ણય
ભારે વરસાદ (Heavy Rain) ના કારણે લોકોના ઘરોમાં અચાનક પાણી ભરાઈ ગયા હતા. જીવ બચાવવા માટે સેંકડો પરિવારોએ પોતાના ઘર છોડવા પડ્યા હતા અને તેઓ માત્ર પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા હતા. તેમની પાસે બદલવા માટે અન્ય કોઈ વસ્ત્રો નહોતા. લોકોની આ લાચારી અને મુશ્કેલીને જોઈને હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ તાત્કાલિક સંવેદનશીલ નિર્ણય લીધો હતો.
પોલીસ તંત્રને એક્શનમાં આવવા આદેશ
તેમણે સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને સ્પષ્ટ સૂચના આપી છે કે, પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને તાત્કાલિક ધોરણે 2 જોડી કપડાં પૂરા પાડવામાં આવે. મુશ્કેલીના આ સમયમાં પોલીસ તંત્ર માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતાવાદી અભિગમ અપનાવીને લોકોની મદદ કરે તેવી સૂચના આપવામાં આવી છે. મંત્રીની આ પહેલથી આશ્રયસ્થાનોમાં રહેતા લોકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો: હર્ષભાઇ સંઘવીએ કહ્યું 'વિકાસની ટ્રેન ચૂકી જશો તો પસ્તાશો!', સેમિકન્ડક્ટર બાદ ડેટા સેન્ટરમાં ગુજરાતની છલાંગ