"સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા", DyCM Harshbhai Sanghavi નું મોટું નિવેદન
- Surat: બાંગ્લાદેશી ઘુસણખોરો મુદ્દે DyCM Harshbhai Sanghavi એ આપી માહિતી
- સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા છેઃ હર્ષભાઇ સંઘવી
- ગુજરાતમાંથી સૌથી વધુ ઘુસણખોરોને પરત મોકલાયાઃ હર્ષભાઇ
- રાજ્યમાં ઘુસણખોરી મુદ્દે પહેલાથી જ કાર્યવાહી ચાલુઃ હર્ષભાઇ
- "ભારત સરકાર સાથે મળીને અહી કાર્યવાહી ચાલુ જ છે"
DyCM Harshbhai Sanghavi on Bangladeshi Infiltration: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghavi) એ રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો (Bangladeshi Infiltration) મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે ઘુસણખોરી રોકવા માટે ગુજરાત પોલીસ (Gujarat police) અને ભારત સરકાર સંકલન સાધીને કામ કરી રહી છે.
Surat: બાંગ્લાદેશી ઘુસણખોરો મુદ્દે DyCM હર્ષભાઈ સંઘવીએ આપી માહિતી
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવાની કામગીરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા તત્વો સામે ગુજરાત પોલીસ સતર્ક છે અને સતત કાર્યવાહી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, માત્ર પકડવા જ નહીં પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ઘુસણખોરોને નિયમોનુસાર તેમના વતન પરત મોકલવાની (Deputation) કામગીરી પણ ગુજરાતે જ કરી છે.
"ભારત સરકાર સાથે મળીને અહી કાર્યવાહી ચાલુ જ છે"
ઘુસણખોરીના ગંભીર મુદ્દે નિવેદન આપતા હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં આ કાર્યવાહી કોઈ નવી નથી, પરંતુ ઘણા સમયથી આ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામગીરી ચાલુ જ છે. આ માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. ખાસ કરીને સરહદી વિસ્તારો અને શંકાસ્પદ વસાહતોમાં પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઈવ ચલાવીને ડોક્યુમેન્ટ્સની તપાસ કરવામાં આવે છે.
DyCM Harsh Sanghavi on Bangladeshis | બાંગ્લાદેશી ઘુસણખોરો મુદ્દે હર્ષભાઇ સંઘવીનું નિવેદન | Gujarat First
સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા છેઃ હર્ષભાઇ સંઘવી
ગુજરાતમાંથી સૌથી વધુ ઘુસણખોરોને પરત મોકલાયાઃ હર્ષભાઇ
રાજ્યમાં ઘુસણખોરી મુદ્દે પહેલાથી જ કાર્યવાહી ચાલુઃ હર્ષભાઇ
"ભારત… pic.twitter.com/8BHxcqlAbl— Gujarat First (@GujaratFirst) May 18, 2026
આ પણ વાંચો: Surat BJP Leader Murder: સુરતમાં ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા, ઉધનામાં ચાર શખ્સોએ કર્યો હુમલો


