Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"વિપક્ષનો સફાયો કરો, આ વખતે ડબલ હિસાબ થશે" Surat ના કતારગામમાં DyCM Harsh Sanghavi ની ગર્જના

Harsh Sanghavi Katargam Public Meeting Surat : સુરત (Surat) ના કતારગામ (Katargam) વોર્ડ નંબર 7 માં ભાજપ (BJP)  દ્વારા આયોજિત ભવ્ય જનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા સુરતના વિકાસ અને શિક્ષણની સિદ્ધિઓ ગણાવી હતી.
 વિપક્ષનો સફાયો કરો  આ વખતે ડબલ હિસાબ થશે  surat ના કતારગામમાં dycm harsh sanghavi ની ગર્જના
Advertisement
  • સુરત (Surat) ના કતારગામ (Katargam) વોર્ડ નંબર 7માં ભાજપની જનસભા
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) રહ્યા ઉપસ્થિતિ
  • વરાછા, કતારગામની સ્કૂલ એકવાર જાતે જોજો: હર્ષભાઈ
  • સરકારી શાળાઓ બહાર એડમિશન માટે લાઈનો: હર્ષભાઈ
  • આ વખતે ડબલ હિસાબ કરવા તૈયારી રાખવાની છે: હર્ષભાઈ

Harsh Sanghavi Katargam Public Meeting Surat : સુરત (Surat) ના કતારગામ (Katargam) વોર્ડ નંબર 7 માં ભાજપ (BJP)  દ્વારા આયોજિત ભવ્ય જનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા સુરતના વિકાસ અને શિક્ષણની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સુરતના વિકાસની ગતિને અટકાવનારા તાયફાબાજોનો હવે ખૂણે-ખૂણેથી સફાયો કરવાનો સમય આવી ગયો છે.

 સુરત (Surat) ના કતારગામમાં હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) ની જનસભા

હર્ષભાઈ સંઘવીએ શિક્ષણ મુદ્દે વિપક્ષને ઘેરતા કહ્યું હતું કે, જે લોકો દરરોજ સરકારી શાળાઓની પરિસ્થિતિની વાતો કરે છે, તેમણે વરાછા અને કતારગામની સરકારી શાળાઓની એકવાર મુલાકાત લેવી જોઈએ. આજે સ્થિતિ એવી છે કે ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાવી વાલીઓ સરકારી શાળામાં લાવી રહ્યા છે અને એડમિશન માટે લાંબી લાઈનો લાગી રહી છે. આદિવાસી વિસ્તારોમાં બનેલી નવી શાળાઓ જોઈને કોઈપણ ગુજરાતી ગર્વ અનુભવશે.

Advertisement

ભૂતકાળના શાસન અને કર્ફ્યૂ પર પ્રહાર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે યાદ અપાવ્યું હતું કે, ગુજરાતમાં એક સમય એવો હતો જ્યારે વાર-તહેવારે કર્ફ્યૂ રહેતા હતા. જે લોકોએ અગાઉની સરકારોનું શાસન જોયું છે તેમને ખબર છે કે વર્તમાન અને ભૂતકાળના શાસન વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે.

Advertisement

જૂની સરકારોના ભ્રષ્ટાચાર પર નાયબ મુખ્યમંત્રીના પ્રહાર

નાયબ મુખ્યમંત્રીએ જૂની સરકારોના ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભૂતકાળમાં માત્ર કાગળ પર જ રોડના બિલ પાસ થઈ જતા હતા, પરંતુ જમીન પર ક્યારેય રોડ બનતા નહોતા. જ્યારે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં વિકાસની ગતિ તેજ બની છે.

ખાલીખમ કોંગ્રેસ કાર્યાલયો પર હર્ષભાઈ સંઘવીનો કટાક્ષ

રસ્તામાં જોયેલા કાર્યાલયોનો ઉલ્લેખ કરતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, કોંગ્રેસના કાર્યાલયો ખાલીખમ પડ્યા છે અને પંજો હવે માત્ર અભરાઈએ જ દેખાઈ રહ્યો છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે મજબૂતાઈથી એક થઈને લાગે અને તાયફા કરનારા એક પણ ખૂણે ન દેખાય તેવો સફાયો કરે.

હર્ષભાઈ સંઘવીની "ડબલ હિસાબ" ની ચેતવણી

હર્ષભાઈ સંઘવીએ અંતમાં આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે, "આ વખતે આપણે ડબલ હિસાબ કરવા માટે તૈયાર રહેવાનું છે." તેમણે વડીલો અને કાર્યકર્તાઓ સાથે મન પરોવીને વાત કરી સુરતના વિકાસની ગતિને વધુ આગળ વધારવા માટે આહવાન કર્યું હતું.આ જનસભામાં હર્ષભાઈ સંઘવીના આક્રમક તેવરથી આગામી સમયમાં સુરતનું રાજકારણ વધુ ગરમાય તેવા સંકેતો મળી રહ્યા છે. વિકાસના કામો અને શિક્ષણની પ્રગતિને હથિયાર બનાવી તેમણે વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Vadodara: પાદરામાં લવ જેહાદના ખોટા કેસનો ડર બતાવી PI એ માંગી લાખોની લાંચ

Tags :
Advertisement

.

×