Surat: "પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો" DyCM નો વકીલો સાથે સંવાદ
- Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં
- સુરત કોર્ટ પરિસરમાં વકીલો સાથે કરી મુલાકાત
- "મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરાવવા બદલ બાર કાઉન્સિલનો આભાર"
- "પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થયો હતો"
- "અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો"
Surat: આજે સુરત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (Bar Council of Gujarat - BCG) ની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghavi) એ સુરત કોર્ટ પરિસર (Surat Court Premises) માં વકીલ મંડળના સભ્યો સાથે સીધો સંવાદ કર્યો હતો અને જૂની યાદોને વાગોળી હતી. જેમાં દીકરીઓ પર આચરતાં અત્યાચારો સહિત વકીલોની સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરી નિકાલ લાવવા ચર્ચા કરી હતી.
Surat: જૂની યાદો અને ચાની ચુસ્કી સાથે કાયદાનું જ્ઞાન
પોતાના સંબોધનની શરૂઆતમાં હર્ષભાઈ સંઘવી ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, "બાર કાઉન્સિલનો આભાર કે તેમણે મને મારા જૂના મિત્રો સાથે મુલાકાત કરાવી. એક સમય એવો હતો જ્યારે મને દરરોજ અહીં વકીલ મિત્રો સાથે ચા પીવાનો અવસર મળતો હતો." તેમણે ઉમેર્યું કે આજે તેઓ જે કાયદાકીય સમજ ધરાવે છે, તે અહીં બેઠેલા વકીલ મિત્રો સાથે નાસ્તો કરતા-કરતા મળેલી શિખામણનું પરિણામ છે. વકીલો સાથેના તેમના સંબંધો માત્ર વ્યાવસાયિક નહીં પણ 'દિલના સંબંધો' હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
Surat: વકીલોના પ્રશ્નો અને સરકારનો હકારાત્મક અભિગમ
વકીલ મંડળ દ્વારા રજૂ કરવામાં આવતા નાના-મોટા પ્રશ્નો અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર (State Government) વકીલોની માંગણીઓ પ્રત્યે અત્યંત પોઝિટિવ છે. તેમણે કહ્યું કે, "અમને અલગ-અલગ સ્તરેથી વકીલોના હિત માટે સૂચનો મળ્યા છે અને સરકાર તે દિશામાં હકારાત્મક વિચારી રહી છે." વકીલો એ ન્યાય પ્રણાલીનો મજબૂત સ્તંભ છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ સરકારની અગ્રતા છે.
પોક્સો કેસ પર ભાર મૂક્યો
સામાજિક જવાબદારીનો ઉલ્લેખ કરતા DyCM હર્ષભાઈ સંઘવીએ વકીલોને અપીલ કરી હતી કે રાજ્યમાં ગુનેગારોને કડક સજા અપાવવામાં વકીલ મિત્રોનો સહયોગ અનિવાર્ય છે. ખાસ કરીને પોક્સો (POCSO) એક્ટ હેઠળના કેસોમાં રાજ્યની દીકરીઓને વહેલી તકે ન્યાય મળે તે માટે તેમણે આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "આપણે દીકરી અને તેના પરિવાર પ્રત્યે હમદર્દી રાખીને કામ કરવું જોઈએ. જો વકીલો મક્કમ નિર્ધાર કરે, તો આપણે સુરત (Surat) શહેરમાં 'ઝીરો પોક્સો કેસ' (Zero POCSO Cases) ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ચોક્કસ સફળ થઈશું."
સરકારી વકીલોની કામગીરીની પ્રશંસા
અંતમાં તેમણે મુખ્ય જિલ્લા સરકારી વકીલ (Chief District Government Pleader) અને તેમની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે વકીલ મંડળને બાર કાઉન્સિલની ચૂંટણી (BCG Election) માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વકીલોની સુરક્ષા અને સુવિધા માટે સરકાર કટિબદ્ધ હોવાનું પુનરોચ્ચાર્યું હતું.
આ પણ વાંચોઃ Surat: શું ચીનના સસ્તા કાપડથી ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગને ખતરો? PM મોદીએ વેપારીઓ સાથે કરી ચર્ચા


