Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DyCM Holi: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વૃદ્ધાશ્રમ મુલાકાત, વડીલો સાથે ઉજવી ધૂળેટી

સુરત શહેરમાં હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને વડીલો સાથે ધૂળેટીનો પર્વ ઉજવ્યો. આ પ્રસંગે તેમણે વડીલો સાથે સમય વિતાવી ખુશીના રંગો વહેંચ્યા અને આશીર્વાદ મેળવ્યા.
dycm holi  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વૃદ્ધાશ્રમ મુલાકાત  વડીલો સાથે ઉજવી ધૂળેટી
Advertisement
  • DyCM Holi: નાયબ મુખ્યમંત્રીએ ઉજવણી ધૂળેટી
  • વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચ્યા DyCM હર્ષભાઈ સંઘવી
  • વડીલો નો હું દીકરો છું: DyCM હર્ષભાઈ સંઘવી
  • "આજે વડીલો જોડે ખુશી વ્યક્ત કરવાનો અવસર પ્રાપ્ત થઈ"
  • "હોળી ધૂળેટી આપણી પ્રાચીન પરંપરા છે"

DyCM Holi: ધૂળેટીના પર્વ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi) એ પણ ઉજવણી કરી. તેમણે સુરતમાં વૃદ્ધાશ્રમ (Old age home) ની મુલાકાત લઈને નિરાધાર વડીલો સાથે રંગોના પર્વની ઉજાણી કરી હતી. વડીલોના આશીર્વાદ (Blessings) લઈને તેમણે દરેકને શુભેચ્છા પાઠવી હતી.

વડીલો સાથેની આ ઉજવણી માત્ર ઔપચારિક મુલાકાત (Formal visit) નહોતી, પરંતુ લાગણીસભર જોડાણ હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડીલો એ દીકરા-દીકરી (Son and daughter) ના ચહેરા પર હાસ્ય લાવવાનું કાર્ય કર્યું છે અને સમાજને મૂલ્યો આપ્યા છે. તેમણે ઉમેર્યું કે દરેકના જીવનમાં ખુશીના રંગો રહે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો--- Dhuleti 2026: રાજ્યમાં ધુળેટીની ધૂમ, DyCM હર્ષભાઈ સંઘવીએ વડીલો સાથે કરી ઉજવણી

Advertisement

DyCM હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે આજે વડીલો સાથે ખુશી વ્યક્ત કરવાનો અવસર મળ્યો તે માટે હું ખુદને ભાગ્યશાળી (Lucky) માનું છું. હોળી ધૂળેટી આપણી પ્રાચીન પરંપરા (Ancient tradition) છે અને લોકો પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને પર્વની શુભકામનાઓ પાઠવી.

DyCM Holi: વડીલોનો દીકરો છું

તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું કે વડીલો માટે હું દીકરો છું, અને વર્ષ દરમિયાન દરેક તહેવારે તેમને મળવા આવું છું. આજે વડીલોના આંખોમાં આવેલા આંસુ ખુશીના હતા, જે મારા માટે આશીર્વાદ સમાન છે.

DyCM Holi: યુદ્ધની સ્થિતિ અંગે નિવેદન

યુદ્ધ (War) પરિસ્થિતિ અંગે નિવેદન આપતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે સરકાર દ્વારા નાગરિકોને પરત લાવવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલી વખત નથી કે, આવી વિકટ પરિસ્થિતિ (Difficult situation) માં ભારત સરકારે પોતાના નાગરિકોને સુરક્ષિત પરત લાવ્યા હોય. યુક્રેન સંકટ દરમિયાન પણ પીએમ મોદી સાથે વાતચીત કરી દેશના યુવાનોને પરત લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે સક્રિય આયોજન (Active planning) અને વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા રાજ્યના જે લોકો સુરક્ષિત પરત આવ્યા છે તે બદલ હું પીએમ મોદી (PM Modi) નો આભાર વ્યક્ત કરું છું અને તેમના નેતૃત્વ માટે હું આભારી છું.

આ મુલાકાતે સમાજમાં માનવતા, સંસ્કૃતિ અને લાગણી (Feeling) નો સુંદર સંદેશ આપ્યો. ખુશીના રંગો માત્ર હોળીના નથી, પરંતુ સંબંધોના પણ હોય છે, અને તે દરેકના જીવનમાં વરસતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.

આ પણ વાંચો--- Dahod જીલ્લામાં પરંપરાગત ચુલનો મેળો યોજાયો, ગાંગરડી ગામે ધગધગતાં અંગારા પર ચાલ્યા શ્રદ્ધાળુઓ!


Tags :
Advertisement

.

×