'No Detention Policy' અંગે કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ જાણો શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ શું કહ્યું ?
- New Education Policy ને લઈ કેન્દ્રીય રાજપત્ર અમલીકરણ મામલો
- શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે આપી પ્રતિક્રિયા
- નવી શિક્ષણ નીતિનું અમલીકરણ ગુજરાતમાં વર્ષ 2022-23 થઈ રહ્યું છે : શિક્ષણમંત્રી
કેન્દ્રીય સરકારનાં શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા 'નો ડિટેન્શન પોલિસી' (No Detention Policy) નાબૂદ કરી છે. એટલે કે હવે ધોરણ 5 અને 8 ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે અને તેમાં પણ જો વિદ્યાર્થી નાપાસ થશે તો તેને ફરી એ જ વર્ગમાં અભ્યાસ કરવો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજપત્ર આપી આ પોલિસીનો અમલીકરણ કરવા આદેશ કરાયો છે. આ અંગે હવે ગુજરાતનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું (Praful Pansheriya) નિવેદન સામે આવ્યું છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપીઓના જેલમાંથી બહાર આવવા હવાતિયા, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે : શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Pansheriya) કહ્યું કે, વર્ષ 2019 માં ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ (New Education Policy) અમલીકરણ માટે કહેવામાં આવ્યું હતું. Corona સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિની (No Detention Policy) અમલીકરણ વર્ષ 2022-23 થી થઈ જ રહ્યું છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, જે વિદ્યાર્થી ધોરણ 5 અને 8 માં નાપાસ થાય છે, તેવા વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડે તે માટે શાળામાં જ ટ્યૂશન આપીને ફરી પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવે છે.
'No Detention Policy' રદ કરવા મામલે શિક્ષણમંત્રી Praful Pansheriya નું નિવેદન@prafulpbjp #Gujarat #NoDetentionPolicy #PrafulPansheriya #Education #GujaratFirst pic.twitter.com/sBGqsiH0so
— Gujarat First (@GujaratFirst) December 23, 2024
આ પણ વાંચો - Gujarat પ્રદેશ BJP નાં નવા સંગઠનને લઈ સૌથી મોટા સમાચાર
આ બાબતે ગેરસમજ ઊભી ન કરવા મંત્રીજીની અપીલ
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, જો ધોરણ 5 અને 8 માં વિદ્યાર્થી પાસ થાય તો તેને આગલા વર્ગ એટલે કે ધોરણ 6 અને 9 માં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ, જો વિદ્યાર્થી નાપાસ થયા અને ફરી આપવામાં આવેલ પરીક્ષામાં પણ અસફળ થાય તો તેને ફરી એ જ વર્ગમાં અભ્યાસ કરવા માટે બેસાડવામાં આવે છે. મંત્રીજીએ કહ્યું કે, આ નવી શિક્ષણનીતિનું (New Education Policy) અમલીકરણ ગુજરાતમાં ચાલી જ રહ્યું છે. આ બાબતે કોઈ એ ગેરસમજ ઊભી ન કરવા શિક્ષણમંત્રીએ અપીલ કરી છે.
આ પણ વાંચો - Bharuch ની 'નિર્ભયા' નાં તૂટ્યા શ્વાસ, સદગતનો આત્મા ઝંખે 'ન્યાય'