Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : પુણા વિસ્તારમાં ઝડપાઈ નકલી ક્રીમ બનાવતી ફેકટરી, 1.99 લાખના મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ

Surat :સુરતમાં નકલી ચીજવસ્તુઓની ફરી વખત ઝડપાઈ છે. ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. સુરતના જાણીતા વિસ્તાર પુણામાં નકલી સ્ક્રિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું છે. પુણા વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ઓછી ગુણવત્તા ધરાવતા અને ત્વચાને નુકસાન પહોંચાડતી ક્રીમનું ઉત્પાદન થતુ હોવાનો પર્દાફાશ થયો છે.
surat   પુણા વિસ્તારમાં ઝડપાઈ નકલી ક્રીમ બનાવતી ફેકટરી  1 99 લાખના મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ
Advertisement
  • Surat: નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત
  • પુણા વિસ્તારમાં નકલી સ્કિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું
  • પોલીસે 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી

Surat : ગુજરાતમાં નકલી વસ્તુ, અધિકારીઓ અને કચેરીઓની યાદી બનાવવા બેસીએ તો આખુ પુસ્તક બની જાય તેમ છે. દિવસે દિવસે નકલીની ભરમાર સામે આવતી જ રહે છે. ત્યારે સુરતમાંથી (Surat) પણ નકલી સામાન ઝડપાયો છે. ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં નકલી ચીજવસ્તુઓની ફરી વખત ઝડપાઈ છે. ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમ બનાવતી ફેકટરી ઝડપાઈ છે. સુરતના જાણીતા વિસ્તાર પુણામાં નકલી સ્ક્રિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું છે.

Advertisement

નકલી ચીજવસ્તુઓની ભરમાર યથાવત

ઉલ્લેખનીય છે કે પુણા વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ઓછી ગુણવત્તા ધરાવતા અને ત્વચાને નુકસાન પહોંચાડતી ક્રીમનું ઉત્પાદન થતુ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કંપનીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને ઓછી ગુણવત્તાની ક્રિમ પ્લાસ્ટિકની ડબ્બીમાં ભરી તેની પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવતો હતો.

Advertisement

નકલી ક્રીમનો લાખોનો જથ્થો ઝડપાયો(Surat)

મહત્વનું છે કે પોલીસને ધ્યાનમાં આવતા જ કંપની પર દરોડા પાડી 1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્તથતી માહિતી અનુસાર 21 વર્ષીય અર્ષિત લાલજીભાઈ દેસાઈ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

શિયાળામાં ત્વચાની વિશેષ કાળજી રાખવા માટે લોકો મોટા પ્રમાણમાં ક્રીમની ખરીદી કરતા હોય છે. ત્યારે ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Pollution and Fog: પહેલા લખનૌ મેચ રદ કરવામાં આવી હતી, હવે દિલ્હી-NCR ગાઢ ધુમ્મસથી ઢંકાયુ

Tags :
Advertisement

.

×