સુરતમાંનકલી નોટો ઝડપાઇ,પોલીસે ત્રણની કરી ધરપકડ
- સુરત સારોલી પોલીસને મળી મોટી સફળતા
- ચલણી નોટોની સાથે ત્રણની ધરપકડ
- અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી
Surat: સુરતના નિયોલ ચેક પોસ્ટ ખાતે ફરી એકવાર નકલી નોટોના બંડલ ઝડપાયા છે. સારોલી પોલીસે મળેલી હકીકતના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા ત્રણ યુવાન 500 અને 200ની 63872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમને મુંબઈના વિલેપાર્લેમાં બંડલો આપી સુરત રેલવે સ્ટેશન ખાતે આપવાનું કહેનાર અહમદનગરના યુવાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, સારોલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલસિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે (14મી ડિસેમ્બર) સાંજે નિયોલ ચેક પોસ્ટ પાસેથી ચાલતા ચાલતા સુરત તરફ આવતા ત્રણ યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની જડતી લેતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા.
Surat Police Achieves Fake Currency Case : Surat માં અઢી કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ | GujaratFirst
Surat માં Saroli Police ને મળી મોટી સફળતા
ચલણી નોટોની સાથે નકલી નોટો મૂકી કરતા હતા ઠગાઇ
ત્રણ બેગમાં અઢી કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ
અસલી નોટોની સાથે નકલી નોટ મૂકીને કરતા હતા… pic.twitter.com/CrH6mBDL8F— Gujarat First (@GujaratFirst) December 15, 2024
આ પણ વાંચો -Rajkot માં કરોડોની જમીનોના 350થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો
પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ
પોલીસે ત્રણેય પાસેની બેગની જડતી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા. બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે વીંટાળેલા પ્લાસ્ટીકમાંથી મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક, બચ્ચા બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.
આ પણ વાંચો -Gujarat Weather:રાજયમાં થીજવતી ઠંડીનો અહેસાસ, ડીસામાં 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર
ગુલશન અગાઉ એક્સીસ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો
સારોલી પોલીસે ઝડપેલા ત્રણ યુવાનો પૈકી હાલ જોગેશ્વરીમાં રહેતો મૂળ પૂણેનો ગુલશન અજીત ગુગલે અગાઉ એક્સીસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. બેન્કે તેને કોલકત્તા ટ્રાન્સફર આપતા તેમણે નોકરી છોડી દીધી હતી અને હાલ તે બેકાર છે. કમિશનની લાલચમાં તે અહીં આવ્યો હતો.