Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat ના પલસાણામાં અંધાધુંધ ફાયરિંગ, 4 લોકો ઘાયલ

સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી.
surat ના પલસાણામાં અંધાધુંધ ફાયરિંગ  4 લોકો ઘાયલ
Advertisement
  • સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના
  • દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટની રમત બાબતે કરવામાં આવ્યું ફાયરિંગ
  • ક્રિકેટના રમતમાં ઝગડો થતા ફાયરિંગની ઘટના બની
  • લોકટોળુ વિકાસના બંગલોઝમાં મારવા માટે પહોંચ્યું હતું
  • વિકાસે સ્વબચાવમાં પિતાની બંદૂકથી કર્યું ફાયરિંગ
  • ફાયરિંગ થતા 2 થી 3 લોકો ઇજા ગ્રસ્ત થયા

Surat Crime: સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ અને કાયદાનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પલસાણામાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની છે.

ક્રિકેટની રમત માટે બબાલ થઈ

સુરતમાં પલસાણાના તુંડી ગામે ફાયરિંગની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી. વિકાસ નામના યુવકનો અન્ય લોકો સાથે ક્રિકેટમાં ઝઘડો થયો હતો. વિકાસ TSS સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મી મેનનો પુત્ર છે.

Advertisement

ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ

ક્રિકેટમાં ઝઘડાની ઘટના બનતા ત્યાંના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા.અને બધા ભેગા મળી વિકાસના બંગલોઝમાં તેને મારવા માટે પહોંચ્યા હતા. વિકાસ લોકોનુ ટોળુ જોઈ ગભરાઈ ગયો હતો. વિકાસે લોકટોળું જોઈ સ્વબચાવ માટે પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બારા બોર બંદુકથી અંધાધુંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતા લોકટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 મહિલા અને 2 પુરૂષો એમ કુલ ચાર લોકો ઘાયલ થયા છે. જે પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો છે.

Advertisement

ડી.વાય.એસ.પી ઘટના સ્થળે દોડી આવ્યા

ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતા પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ફાયરિંગને પગલે ડી.વાય.એસ.પી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરિંગમાં ઇજા પામેલા લોકોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ઘરી છે.

આ પણ વાંચો:  Surat માંથી વધુ બે ઠગ ઝડપાયા, 2.89 કરોડની ઠગાઇના કેસના આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.

×