Surat: પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતના પ્રવાસે, જાણો તેમના વિવિધ કાર્યક્રમો
- સુરત (Surat) માં આજે સ્મૃતિ ઈરાની (Smriti Irani) ના વિવિધ કાર્યક્રમો
- પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતના પ્રવાસે
- 2026ના કેન્દ્રીય બજેટ અંગે આપશે માહિતી
- પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સ્મૃતિ ઈરાની હાજર રહેશે
- વકીલો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકો હાજર
- સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે બજેટ ચર્ચા કરશે
સુરત (Surat) માં આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ કેન્દ્ર સરકારના વર્ષ2026 ના બજેટ ( Union Budget 2026) અને તેનાથી થનારા ફાયદાઓ વિશે શહેરના વિવિધ વર્ગો સાથે સીધો સંવાદ કરશે. સુરત શહેર ભાજપ દ્વારા આ તમામ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
બજેટ 2026 અંગે પત્રકાર પરિષદ અને સંવાદ
સ્મૃતિ ઈરાનીના પ્રવાસની શરૂઆત ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી થશે. તેઓ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધશે, જેમાં બજેટની મુખ્ય જોગવાઈઓ અને રાષ્ટ્રના વિકાસમાં આ બજેટ કેવી રીતે 'બુલંદ ભારતની નીવ' સમાન છે તેની વિગતવાર માહિતી આપશે.
Smriti Irani Surat Visit: સુરતમાં આજે સ્મૃતિ ઈરાનીના વિવિધ કાર્યક્રમો
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતના પ્રવાસે
2026ના કેન્દ્રીય બજેટ અંગે આપશે માહિતી
પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સ્મૃતિ ઈરાની હાજર રહેશે
વકીલો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકો હાજર
સોશિયલ મીડિયા… pic.twitter.com/ckoqyceLca— Gujarat First (@GujaratFirst) February 9, 2026
ત્યારબાદ, 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં તેઓ શહેરના અગ્રણી વકીલો, મોટા ઉદ્યોગપતિઓ, વેપારી મંડળોના પ્રતિનિધિઓ અને સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે મુલાકાત કરશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય બજેટની આર્થિક અસરો અને સુરતના ટેક્સટાઇલ તથા ડાયમંડ ઉદ્યોગને મળનારા સંભવિત લાભો વિશે ચર્ચા કરવાનો છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે ખાસ મુલાકાત
આ પ્રવાસનું એક મુખ્ય આકર્ષણ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથેની બેઠક છે. સ્મૃતિ ઈરાની શહેરના જાણીતા ઈન્ફ્લુએન્સર્સ સાથે બજેટ અંગે ખુલ્લી ચર્ચા કરશે. ડિજિટલ યુગમાં સામાન્ય જનતા સુધી બજેટની સાચી માહિતી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક સબળ માધ્યમ હોવાથી, આ સેગમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar: ભાવનગર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વરણી થાય તે પહેલા જ યુવા નેતાનું નિધન


