Chhath Puja 2025 : સુરતમાં છઠ પૂજાનું ભવ્ય આયોજન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સૌને શુભેચ્છા પાઠવી
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું મોટું નિવેદન (Chhath Puja)
- બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આપ્યું નિવેદન
- બિહારમાં બનશે NDA ની સરકાર : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ
- નીતિશકુમાર 10 મી વાર બનશે મુખ્યમંત્રીઃ સીઆર પાટીલ
- "દરેક રાજ્યમાં વસતા બિહારવાસીઓનું NDA ને સમર્થન"
Surat : આજે દેશભરમાં છઠ પૂજાની (Chhath Puja) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ છઠ પૂજાને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં છઠ પૂજાને લઈ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં ફરી એકવાર NDA ની સરકાર (NDA Government) બનશે અને નીતિશ કુમાર 10 મી વાર બિહારનાં મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો - Chhath Puja 2025 : અમદાવાદમાં છઠ પૂજા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વનું નિવેદન
સુરતમાં Chhath Puja નું આયોજન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હાજર રહ્યા
સુરતમાં આજે છઠ્ઠ પૂજાનાં (Chhath Puja) મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ (C R Paatil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને તમામ લોકોને છઠ પૂજાની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન, તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીને (Bihar Election 2025) લઈ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, બિહારમાં ફરી એકવાર NDA ની સરકાર બનશે અને નીતિશ કુમાર 10 મી વાર બિહારનાં મુખ્યમંત્રી બનશે.
આ પણ વાંચો - Patan : સિદ્ધપુરમાં કાત્યોકનાં મેળા પહેલા ચકડોળની તૈયારી સમયે મોટી દુર્ઘટના!
નીતિશ કુમાર 10 મી વાર બિહારનાં મુખ્યમંત્રી બનશે : સીઆર પાટીલ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે (C R Paatil) આગળ કહ્યું કે, દરેક રાજ્યમાં વસતા બિહારવાસીઓનું NDA ને સમર્થન છે. NDA સરકારનાં નેતૃત્ત્વમાં બિહાર વધુ રફતારથી આગળ વધી રહ્યું છે, જે રફતારમાં આ વખતે વધારો થવાનો છે. છઠ પૂજાનાં આશીર્વાદ બિહારવાસીઓને મળવાનાં છે. જણાવી દઈએ કે, છઠ પૂજા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તળાવનાં કિનારે છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : સોલા સિવિલની મહિલા તબીબની દબંગાઈનો Video વાઇરલ, આરોગ્ય વિભાગની તપાસ