65

AAPના કોર્પોરેટરો સંપર્કવિહોણા
સુરતમાં આમ આદમી પાર્ટી માટે કોર્પોરેટરો માથાના દુ:ખાવા સમાન સાબિત થયા છે. બે દિવસ પહેલા જ 8 કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતે જોર પકડ્યુ હતું, ત્યારે મનપાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો. હવે ફરી આપના 2 કોર્પોરેટરો સંપર્ક વિહોણા થયા છે. મહત્વનું છે કે આપના મહિલા કોર્પોરેટરનો છેલ્લા 24 કલાકથી ફોન બંધ આવે છે. જેના કારણે આમ આદમી પાર્ટીની ચિંતા વધી છે. આ કોર્પોરેટરો વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સંપર્ક વિહોણા થયેલા કોર્પોરેટરો ભાજપમાં જોડાવાની શક્યતાએ ફરી જોર પકડ્યું છે.
5 કોર્પોરેટર રાજીનામાં આપી ભાજપમાં જોડાતા સતત સુરત આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ AAP છોડનાર કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવા માટે વિપક્ષ નેતા અને અન્ય કોર્પોરેટરો મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે 8 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા જેને લઈ ધર્મેશ ભંડેરીએ દરેક કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં મોટા ભાગના કોર્પોરેટરોએ જુદા જુદા કારણો આપ્યા હતા.
સુરતમાં આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
રૂતા કાકડિયા
ભાવના સોલંકી
વિપુલ મોવલિયા
જ્યોતિકા લાઠિયા
મનીષા કુકડિયા