Gujarat Corona Case: સુરતમાં વધુ 7 દર્દીઓ કોરોના પોઝિટિવ, જાણો કુલ આંકડો કેટલે પહોચ્યો
- મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના
- કોરોનાગ્રસ્ત બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- શહેરમાં 5 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે
Gujarat Corona Case: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા રોજ વધી રહી છે. ત્યારે સુરતમાં વધુ 7 દર્દી કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પાલના તબીબ કોરોના પોઝિટિવ થયા છે. મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના થયો છે. જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તથા 5 હોમ આઈસોલેશનમાં છે.
-રાજયમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે વધારો
-સુરતમાં 7 દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ
-મુંબઈથી પરત આવેલા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
-બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 5 હોમ આઈસોલેશન
-સુરતમાં અત્યાર સુધી 35ના કેસ પોઝિટવ
-પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો રિપોર્ટ પોઝિટિવ
-વેસુની 44… pic.twitter.com/dQM0kkgfIX— Gujarat First (@GujaratFirst) June 5, 2025
શહેરમાં અત્યાર સુધીમાં 35ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 35ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તે જોતા લાગી રહ્યું છે કે સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ 7 દર્દીઓનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં પાલમાં રહેતા 48 વર્ષીય તબીબનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમઆઈસોલેશનમાં સારવાર હેઠળ છે. તથા વેસુની 44 વર્ષીય ગૃહિણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમજ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 118 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 508 અને 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં હાલ 508 એક્ટિવ કેસ છે જે પૈકી 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે સ્વસ્થ થયેલા 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો
અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા. જ્યારે 20 વર્ષીય સગર્ભા યુવતીનું મોત થયું હતું. અત્યાર સુધી શહેરમાં કોરોનાથી 3 મહિલાના મોત થયા છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં 401 કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. સૌથી વધારે એક્ટિવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં છે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં કુલ 47 એક્ટિવ કેસ છે. તેની સામે તેના કરતા બમણા એક્ટિવ કેસ માત્ર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: Gujarat CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-2025”ના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી