18 મેના રોજ કરવામાં આવી હતી હત્યા
મળતી માહિતી મુજબ, 18 મેના રોજ ઉધના રોડ પર જય દલાલ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ચાર શખ્સો સામેલ હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને અગાઉ આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.હવે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch)ને વધુ એક મોટી સફળતા મળી છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી તરીકે સામે આવેલા સાગર સોનવણેને મહારાષ્ટ્રમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની પાસેથી એક પિસ્તોલ અને પાંચ કારતૂસ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. હથિયારની જપ્તી બાદ પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાગર સોનવણે સામે 21 જેટલા ગંભીર ગુના
પોલીસ તપાસમાં સાગર સોનવણે સામે અગાઉથી 21 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે. બીજી તરફ, જય દલાલની હત્યા પાછળ રૂપિયા સંબંધિત લેતીદેતીનો વિવાદ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનામાં આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ પ્રીતેશ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય આરોપીની ધરપકડ બાદ હવે હત્યાકાંડમાં અન્ય સંડોવાયેલા લોકો અને ઘટનાના મૂળ કારણ અંગે પોલીસ વધુ પૂછપરછ કરી શકે છે. તપાસ આગળ વધતાં કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: સુરત PM આવાસ યોજનામાં મોટો પર્દાફાશ: 917 મકાનો ભાડે આપ્યા, 6,135 બંધ મળ્યા, મનપાએ ફટકારી નોટિસ