Gujarat Gaurav Din :સુરતની ધરતી પર ગુજરાત પોલીસની શૌર્યગાથા
- Gujarat Gaurav Din : ગુજરાત ગૌરવ દિન-2026 ની સુરત ખાતેની ઉજવણીની સંપૂર્ણ વિગતો.નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત પોલીસ દ્વારા યોજાયેલ ભવ્ય મશાલ પી.ટી., ચેતક કમાન્ડોના કરતબો અને અશ્વ દળના સાહસિક પ્રદર્શનો દ્વારા ઊજવણી
Gujarat Gaurav Din : ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી સુરતની ધરા પર ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થઈ. આ ઉત્સવની એક સૌથી વિશેષ અને યાદગાર ક્ષણ રહી— ગુજરાત પોલીસ દ્વારા પ્રસ્તુત કરાયેલી 'ભવ્ય મશાલ પી.ટી. (ટોર્ચ લાઈટ ડ્રિલ)'. સુરતવાસીઓ માટે આ એક અદ્ભુત અને રોમાંચક અનુભવ બની રહ્યો, જેમાં સુરક્ષાકર્મીઓએ પોતાની શારીરિક સજ્જતા, એકાગ્રતા અને શૌર્યનું અદભુત પ્રદર્શન કર્યું.
Gujarat Gaurav Din : ભવ્ય ગુજરાતનો ભવ્ય સ્થાપના દિન
આ ભવ્ય કાર્યક્રમની શોભા વધારવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi.) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોલીસ જવાનોના સાહસિક કરતબોને મનભરીને નિહાળ્યા અને તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સુરત કલેક્ટર ડો. સૌરભ પારધી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક સાંસદ-ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોલીસ બેન્ડના મધુર અને જોશીલા સૂરો સાથે થઈ, જેણે વાતાવરણમાં એક નવો જ પ્રાણ પૂર્યો.
Gujarat Gaurav Din : ચેતક કમાન્ડો અને મશાલ પી.ટી.નું અદભુત આકર્ષણ
'બસ હાઈજેક' ડેમો: ચેતક કમાન્ડોએ રજૂ કરેલું ઓપરેશન સૌના માટે આશ્ચર્ય અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આતંકવાદીઓ સામે કેવી રીતે લડવું અને પરિસ્થિતિને કાબૂમાં લેવી તેનું જીવંત ચિત્રણ જોઈને લોકોમાં સુરક્ષા અને સલામતીનો દ્રઢ વિશ્વાસ બેઠો.
Advertisementઅંધકારમાં અજવાળું - : અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના ૩૦૦ જવાનોએ હાથમાં સળગતી મશાલ સાથે (Mashal PT)અદ્ભુત આકૃતિઓનું સર્જન કર્યું. અંધકાર વચ્ચે 'નો ડ્રગ્સ', 'જય તાપી', 'ગુજરાત પોલીસ'(Gujarat Police) અને 'જય હિંદ' જેવા શબ્દો આકાર લેતા જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. મશાલના અજવાળામાં ગરબાના તાલે ઝૂમતા જવાનોએ સમગ્ર વાતાવરણને ગરવા ગુજરાતના રંગમાં રંગી દીધું.
અશ્વ દળનું સાહસ: સુરત પોલીસના ૧૭ અશ્વ સવાર જવાનોએ પોતાની અશ્વ દોડ અને કરતબો થકી શિસ્ત અને કળાનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો હતો.
ગર્વિલી ગુજરાતની ગરિમામય ઊજવણી
આ સમગ્ર આયોજને સુરત પોલીસની સજ્જતા, દેશભક્તિ અને જનસુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને લોકો સમક્ષ ખૂબ જ જીવંત અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી હતી. સુરતના નગરજનોએ આ ક્ષણોને પોતાના હૃદયમાં કાયમ માટે અંકિત કરી લીધી હોય તેમ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
આ પણ વાંચો : ઐતિહાસિક જીત બાદ સુરતને મળશે 'Lady Mayor': આ 5 દાવેદારો પર મંડાયેલી છે સૌની નજર!


