Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 8 કલાકમાં 141 તાલુકા પાણી-પાણી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 8 કલાકમાં 141 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતના કામરેજમાં 8 ઇંચ અને શહેરમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પલસાણા, નવસારી, જલાલપોર અને બારડોલીમાં 5 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબક્યો છે.
Advertisement
Gujarat Rain Update: ગુજરાત (Gujarat) રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે ત્યારે છેલ્લા 8 કલાકમાં રાજ્યના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. આ ટૂંકા ગાળામાં રાજ્યના કુલ 141 તાલુકામાં સાર્વત્રિક વરસાદ (Rainfall) નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયા છે.

