ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : જાણો વક્ફ કાયદા પર શું બોલ્યા સી.આર.પાટીલ ?

વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું જેમાં પાટીલે જણાવ્યું કે વક્ફનો કડવો અનુભવ સુરતમાં થયો હતો
01:43 PM Apr 06, 2025 IST | SANJAY
વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું જેમાં પાટીલે જણાવ્યું કે વક્ફનો કડવો અનુભવ સુરતમાં થયો હતો

Gujarat :  રાષ્ટ્રપતિની મંજૂરી મળતા વકફ સુધારા બિલ કાયદો અમલમાં આવશે. જેમાં કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે માહિતી આપી છે. તેમજ વક્ફ બિલની ઉપયોગિતાને લઈને સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સી.આર. પાટીલે જણાવ્યું છે કે
વક્ફ બિલ સર્વાનુમતે સાંસદ, રાજ્યસભામાં પાસ થયુ છે. વક્ફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ હતી. જેમાં વક્ફનો કડવો અનુભવ સુરતમાં થયો હતો. મનપા કચેરીની જગ્યા વક્ફની હોવાનો દાવો કર્યો હતો. ત્યારે કોર્ટમાં પાલિકાની જીત થઈ છે.

લોકસભામાં સંયુક્ત JCPને બિલ સુપ્રત કરાયુ છે

લોકસભામાં સંયુક્ત JCPને બિલ સુપ્રત કરાયુ છે. દરેક પાર્ટીના લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. બિલ પસાર થતા અમાપ સંસ્થા પર કંટ્રોલ આવશે. તેમજ સી.આર.પાટીલે પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતુ કે ભાજપના સ્થાપના દિવસે સૌને શુભેછા પાઠવું છું. પીએમ મોદીના નેતૃત્વમાં પાર્ટી સમગ્ર વિશ્વમાં મજબૂત પાર્ટી બની છે. વકફ બિલ મુદ્દે લોકોમાં અસમંજસ ભરી સ્થિતિ હતી. આવા નિયમો રદ થવા જોઈએ અને સુધાર થવો જોઈએ તેવી સૌની માંગ હતી. જેમાં સર્વ સમાજના લોકોની માંગ હતી. જેમાં ફરીથી લોકસભામાં આ બિલ લાવવામાં આવ્યું ત્યારે બાર કલાક સુધી લોકસભા અને રાજ્યસભામાં વિસ્તૃત ચર્ચા કરી છે.

ઘણી અસમંજસ સ્થિતિ હતી, જેની વિસંગતતા અમિત શાહે દૂર કરી

ઘણી અસમંજસ સ્થિતિ હતી, જેની વિસંગતતા અમિત શાહે દૂર કરી છે. આજે રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી છે જે બદલ હું સૌનો આભાર માનું છુ. વકફ બિલ પસાર થતા અમાપ સંસ્થાઓ પર કંટ્રોલ આવશે. આજે કાયદાને એક રૂપ મળ્યું છે. જો કોઈને આ બિલ મંજૂર ન હોય તો તે કોર્ટમાં જઈ શકે છે. કોંગ્રેસ મુસ્લિમ ભાઈ બહેનોને ગેરસમજ ઉભી કરી રહી છે. ગેરસમજ ફેલાવવાની ચેસ્ટા કરવાનો પ્રયાસ કર્યો તેમાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે.

C.R. Patil ના Congress પર પ્રહાર જુઓ - વીડિયો

Tags :
CR PatilGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsSuratTop Gujarati NewsWaqf Act Gujarat News
Next Article