Gujarat : મંત્રી મુકેશ પટેલે પાણી બાબતે એવું નિવેદન આપ્યું કે ખેડૂતોમાં નારાજગી વ્યાપી
- 1 કિલો ડાંગર પાછળ 4 હજાર લીટર પાણી વપરાય: મુકેશ પટેલ
- ખેડૂત 50 ટકા જ ડાંગર લઇ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું
- ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં થાય છે
જાહેર મંચ પરથી પાણીને લઇ મંત્રી મુકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે 1 કિલો ડાંગર પાછળ 4 હજાર લીટર પાણી વપરાય છે. ખેડૂત 50 ટકા જ ડાંગર લઇ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું. ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં થાય છે. સારું છે કે, વરસાદ સારો થઇ રહ્યો છે. આપણા માટે દરેક દિવસ સરખો નથી રહેવાનો. ત્યારે મુકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે.
સિંચાઇ વિભાગની બેદરકારીથી પાક બંધ થતા હોવાનો આરોપ લગાવાયો
સિંચાઇ વિભાગની બેદરકારીથી પાક બંધ થતા હોવાનો આરોપ લગાવાયો છે. જેમાં સિંચાઇ વિભાગના કારણે ખેડૂતો પાણીથી વંચિત હોવાનો દાવો છે. સમગ્ર મુદ્દે સિંચાઇ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ખેડૂતો એક સાથે ડાંગર લઇ રહ્યા હોવાથી પાણીની અછત સર્જાઇ છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતો માટે જણાવ્યું છે કે આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું. પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગુ. મા જ થાય છે. જેમાં મંત્રીના આ પ્રકારના નિવેદનથી દ. ગુ. ખેડૂતોમાં નારાજગી અને રોષ છે. પાણીની દ્રષ્ટિએ દ. ગુ સૌથી સુખી અને સંપ્પન પ્રદેશ છે. સિંચાઈ વિભાગને કહી પૂરતું પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવાઇ રહ્યો છે
સુરતમાં પાણી માટે ખેડૂતોની બુમ પડી છે.
સિંચાઈ વિભાગની બેદરકારીને અને ગેરવહીવટને કારણે ખેડૂતો પાણીથી વંચિત
સિંચાઈ વિભાગની બેદરકારીને અને ગેરવહીવટને કારણે ખેડૂતો પાણીથી વંચિત છે તેવા આક્ષેપ થઇ રહ્યાં છે. હજુતો સરખી ઉનાળુ સિઝન શરૂ પણ નથી થઈ ત્યાં શરૂઆતમાં જ પાણીનું રોટેશન ખોરવાયું છે. કાકરાપાર, જમણાકાંઠા, માયનોર નહેરથી પાણી નહીં મળતાં નહેર ખાલી ખમ જોવા મળી છે. તેમજ ઓલપાડ તાલુકાના બરબોધન, ભાંડુત, ઓરમા, કુંદિયાણા સહિતના 9 જેટલા કાંઠા વિસ્તારના ખેડૂતો હેરાન થયા છે. સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતાં ધગધગતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે. જેાં ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ અધિકારીનું નિવેદન વધુ પડતા ખેડૂતો દ્વારા એક સાથે ડાંગરનો પાક લેવાતા પાણીની ઘટ સર્જાઈ છે જેમાં ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે.
ખેડૂતોએ અધિકારીને નકશો દોરી પાણી પૂરું પાડવાનો રસ્તો બતાવ્યો
સિંચાઈ વિભાગને આપવામાં આવતું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. નહેરની ક્ષમતા કરતા વધુ પાણી આપી શકાય નહીં. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોનું પાણી ઉદ્યોગોને આપે છે. ડાંગરનો પાક છેલ્લા અનેક વર્ષોથી લેવાય છે છતાં આ વર્ષે જ આ પ્રકારની સમસ્યા કેમ..? નહેર નાની છે તો ઊંડી કેમ નથી કરાતી ..? જેમાં ખેડૂતોએ અધિકારીને નકશો દોરી પાણી પૂરું પાડવાનો રસ્તો બતાવ્યો છે.
આ પણ વાંચો: Gir Somnath : દરિયા કિનારે યોજાનાર સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ