Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: હવે CMOનો નકલી અધિકારી પકડાયો, જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો

સાહેબનો વિશ્વાસુ છું અને દિલ્હી જવાની ગણતરી છે કહી જમીન વિવાદમાં SDMને ફોન કરતો
gujarat  હવે cmoનો નકલી અધિકારી પકડાયો  જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો
Advertisement
  • પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી
  • નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો
  • વર્ષ 2023થી બારડોલીનો ઠગ પ્રાંત અધિકારીને ઉઠા ભણાવતો

નવસારી પ્રાંત અધિકારીને નક્લી CMO અધિકારીએ દમ માર્યો હતો. જેમાં નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી CMO અધિકારીની માયાજાળમાં ભેરવાયા હતા. તેમાં વર્ષ 2023થી બારડોલીનો ઠગ પ્રાંત અધિકારીને ઉઠા ભણાવતો હતો. જેમાં બારડોલી નજીકના મઢી ગામનો ઠગ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે CMOના નામે માહિતી લેતો રહેતો હતો. આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા જતા ભાંડો ફૂટયો હતો.

નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો

નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે નકલી અધિકારી નિતેશ ચોધરીને ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાય વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું છે. તેમાં સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જેમાં મોટો ખુલાસા થઇ શકે છે.

Advertisement

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામનો નિતેશ ચૌધરી CMOનો નકલી અધિકારી બનીને ફરતો હતો. નિતેશ ચૌધરીએ પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને નવસારીના નાયબ કલેક્ટર દેવાંગ ઠાકોર સાથે 23 ઓક્ટોબર, 2024 થી 02 જાન્યુઆરી, 2025 સુધી ટેલિફોનિક વાતચીત કરીને અલગ-અલગ કામોની સોંપણી કરી હતી અને કામને લગતી માહિતી પણ માગી હતી. જો કે, આ પછી દેવાંગ ઠાકોરે સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આવો કોઈ અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ દેવાંગ ઠાકોરે CMOના નકલી અધિકારીની ઓળખ આપનારા નિતેશ ચૌધરી વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: પકોડી સેન્ટરની પાણીપુરીમાંથી જીવાત નીકળી

Tags :
Advertisement

.

×