Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય કરતી નથી : DGP વિકાસ સહાય

આ કોન્ફરન્સનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે થયું હતું.
surat   વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય કરતી નથી   dgp વિકાસ સહાય
Advertisement
  1. Surat માં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
  2. DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં કરાયું આયોજન
  3. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
  4. વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય પોલીસ કરતી નથી: DGP

સુરત (Surat) આવેલા રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયએ સુરત પોલીસ ભવન ખાતે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. "મંથલી ક્રાઇમ કોન્ફરન્સ" પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ જળવાય અને નાગરિકોને ન્યાય મળી રહે તે માટે પોલીસ સ્ટેશનોમાં આગામી દિવસોમાં સુધારા વધારા કરવાની તૈયારી દર્શાવી હતી. તેઓએ (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય કરતી નથી. વરઘોડા શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે. કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી હોય છે. નહિં કે પોલીસ આરોપીઓનું વરઘોડો કાઢે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 'મંથલી ક્રાઈમ કોન્ફરન્સ'નું ઉદઘાટન

સુરત (Surat), અમદાવાદ, વડોદરા, રાજકોટ અને અલગ-અલગ નવ જિલ્લાનાં રેન્જ આઈ.જી અધિકારીઓની એક સંયુક્ત મંથલી ક્રાઈમ કોન્ફરન્સનું (Monthly Crime Conference) આયોજન સુરત પોલીસ ભવન ખાતે કરાયું હતું. જે કોન્ફરન્સનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં (Harsh Sanghvi) હસ્તે થયું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ 'મંથલી ક્રાઈમ કોન્ફરન્સ' યોજવામાં આવી હતી. જે અંદાજિત 7 કલાક સુધી ચાલી હતી. આ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

Advertisement

સુરતનાં અઠવાલાઇન્સ પોલીસ ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (DGP Vikas Sahay) જણાવ્યું હતું કે, પોલીસની કામગીરીમાં કંઈ રીતે સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા આ ક્રાઈમ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યનાં 4 પો. કમી. અને નવ રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતા. એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસની કામ કરવાની રીત અને નીતિ વિષય પર ચર્ચા કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર વધારો થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે સૂચના આપવામાં આવી છે.

Advertisement

મિલકત ગુમાવનારા લોકોને કુલ 153 કરોડની મિલકત પરત કરાઈ

આજની ક્રાઈમ કોન્ફરન્સમાં વર્ષ 2024 માં ગુજરાતનાં જે અલગ-અલગ જિલ્લાઓમાં કામગીરી થઇ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય 4 મહાનગરો અને 9 જિલ્લાનાં પો.કમી. અને રેન્જ અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જે બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની કામગીરી કઈ રીતે વધુ સારી થઈ શકે તે માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જે માટેનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસનાં (Gujarat Police) મુખ્ય 3 પાયાઓ છે, જેમાં 'તેરા તુઝકો અર્પણ' નો સમાવેશ થાય છે. ગુજરાતમાં 3 હજારથી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.આ કાર્યક્રમ અંતર્ગત જે લોકોએ મિલકત ગુમાવી હોય તેવા લોકોને 153 કરોડની મિલકત પરત અપાવવામાં આવી છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ (DGP Vikas Sahay) જણાવ્યું કે, ગુજરાત પોલીસ અને લોકો વચ્ચે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ ચોકીઓનાં ઇન્ચાર્જ દ્વારા દર 2 મહિને કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં 3 વાત અમારી અને 3 વાત તમારી કાર્યક્રમ યોજવામાં આવે છે. જ્યાં સ્થાનિકોનાં પ્રશ્નો શું છે ? તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્થાનિકનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા પોલીસનો આ પ્રયાસ છે. 10 હજારથી વધુ કાર્યક્રમો હમણાં સુધી કરવામાં આવ્યા છે.

વ્યાજખોરો સામે કાર્યવાહી, વર્ષ 2024 માં 715 લોકો સામે ગુનો, 1500 ની અટકાયત

પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વ્યાજખોરોનાં કરવામાં આવેલી કાર્યવાહી બાબતે જણાવવામાં આવ્યું કે, ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2024 માં 715 લોકો વિરોધ ગુનો નોંધવામાં આવ્યા છે અને 1500 લોકોની અટકાયત કરી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી બાદ રાજ્યમાં વ્યાજખોરીનું દુષણ ઓછું થયું છે.

સાઇબર ક્રાઇમની ઘટનાઓ રોકવા માટે લોકોમાં અવેરનેસ ખૂબ જ જરૂરી

સાઇબર ક્રાઇમના ગુનાઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ધનિષ્ઠ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમના ગુના બનતા હોય છે ત્યારે પોલીસ (Gujarat Police) પોતાની રીતે કાર્યવાહી કરતી હોય છે. વર્ષ 2024 માં સાઇબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 108 કરોડની રકમ પરત કરાવવામાં આવી છે. સાઇબર ફ્રોડના ગુના અટકાવવા લોકો જાતે સાઇબર અવેરનેસ લાવે તે જરૂરી છે. કાળજીપૂર્વક અને એલર્ટ થઈને કામગીરી કરવી જોઈએ. બનતા ગુના પાછળ લોકોએ કરેલી નાની ભૂલ જવાબદાર હોય છે. સાઇબર ફ્રોડની બનતી ઘટના સામે જીતવા સાઇબર અવરનેસ જરૂરી છે. પોલીસ દ્વારા આ મામલે રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં કાર્યક્રમો થઈ રહ્યા છે.

આ પણ વાંચો -Ahmedabad : Dr. K.C. Barot લિખિત 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન થયું

લોકોને ઝડપી ન્યાય મળે તેવા પ્રયાસ

ગુનાખોરી અંગે પોલીસ વડાએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં દરેક મેજર ક્રાઈમમાં ઘટાડો થયો છે. ક્રાઈમમાં ઘટાડો આપોઆપ થઇ જતો નથી, જેમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થામાં વધારો થાય તે માટેનાં પ્રયાસ છે. હત્યા, હત્યાનાં પ્રયાસ જેવા ગુનામાં ઘટાડો થયો છે. હું આશ્વાસન આપવા માંગુ છું કે જે FIR દાખલ થાય તેમાં તપાસ કરવામાં આવે છે. કદાચ કોઈ જગ્યાએ FIR નહિં લેવામાં આવી હોય પરંતુ, અધિકારીઓને આ બાબતે સૂચના આપવામાં આવી છે, જેથી કરી લોકોને ન્યાય ઝડપી ન્યાય અપાવવામાં આવે. આ માટે નવા 3 કાયદા લાવવામાં આવ્યા છે, જેમાં લોકોને તુરંત ન્યાય મળે તે દિશામાં પ્રયાસ છે. તપાસની પ્રક્રિયામાં પણ ટેકનોલોજી દ્વારા તપાસ કરવામાં આવે છે.

મહિલા અને બાળકોની સુરક્ષા માટે શી ટીમની રચના કરાઈ

વિકાસ સહાય એ જણાવ્યું કે, મહિલા સુરક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અને બાળકોની સુરક્ષા માટે શી ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર સિટિઝન અને મહિલાઓની સુરક્ષા વધારવામાં આવી છે. વર્ષ 2024 માં રક્ષાબંધનનાં દિવસે મહિલા શી ટીમે 25 હજારથી વધુ સિનિયર સિટિઝનોને મળી રાખડી બાંધી હતી. શિક્ષક દિન નિમિત્તે અલગ-અલગ શાળાઓમાં જઈ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે. આમ, પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ બાંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલા અને બાળકોની સુરક્ષા માટે કામગીરી કરતી સંસ્થાઓ વચ્ચે કોઈ વખત અભાવ રહી જતો હોય છે. પરંતુ, સાંત્વના કેન્દ્રથી લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પોલીસ માટે સંવેદનશીલતા જરૂરી અને મહત્ત્વનો પાયો છે.

ક્રાઈમ સીન મેનેજરની નિમણૂક કરાઈ

સુરત આવેલા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (DGP Vikas Sahay) દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુન્હાઓ બને છે.જેમાં dysp કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે. હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઈમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેનો આ પ્રયાસ છે. પોલીસની કામગીરી વધુ અસરકારક બનાવવા અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો આજનો આ પ્રયાસ છે.

આ પણ વાંચો -Kheda : 'લૂંટ વિથ મર્ડર' કેસમાં 48 કલાકમાં જ 4 ની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

ડ્રગ્સ મુદ્દે પોલીસ વડાએ કહી આ વાત

ડ્રગ્સ મુદ્દે પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જણાવવામાં આવ્યું કે, ગુજરાત પોલીસ અથવા અન્ય પોલીસ માટે કોઈ એક વિષય પર કહેવા જઇએ તો યોગ્ય નથી. કેફી દ્રવ્યો મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે. નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે. પોલીસ (Gujarat Police) માટે અલગ-અલગ પડકારો છે, જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છે. છેલ્લા 3 વર્ષમાં ફક્ત રાજ્યમાં નહિ, દેશ નહિ પરંતુ અન્ય દેશમાંથી જે લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે, જે હાલ જેલમાં છે. નાર્કોટિક્સમાં કોઈ પણ ગુના દાખલ થાય તો 'ટોક ટુ બોટમ અને બોટમ ટુ ટોક' નીતિ પ્રમાણેની તપાસ કરવામાં આવે છે. આ એક ચેલેન્જ છે. નાર્કોટિક્સ મુદ્દે અવેરનેસ લાવવા અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

'વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી'

રાજ્યમાં હાલ પોલીસ (Gujarat Police) દ્વારા અલગ-અલગ આરોપીઓનાં જાહેરમાં વરઘોડા અને સરઘસ કાઢવામાં આવી રહ્યા જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જે અંગે પ્રશ્ન કરતા વિકાસ સહાયએ જણાવ્યું કે, વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ તપાસમાં કરતી નથી. આ શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે. કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવાનાં હોય છે, જેને રી-કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી.

'સ્થાનિક પોલીસની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે સસ્પેન્શનની કાર્યવાહી થયા છે'

વધુમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી બાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનનાં જવાબદાર અધિકારીઓ સામે શાં માટે પગલાં નથી ભરાતા ? તે પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું કે, જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો ક્વોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે તપાસ અને ઇંકવાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે છે. સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે છે.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો - Khyati Hospital Kand : કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ!

Tags :
Advertisement

.

×