'ગોગો' પેપરને લઈને Gujarat police એક્શનમાં, સુરત, પાટણ અને મહેસાણામાં SOG ના દરોડા
- ગુજરાતમાં (Gujarat) 'ગોગો' પેપરને લઈને પોલીસ (Gujarat police) એક્શનમાં
- સુરત, પાટણ અને મહેસાણામાં SOG ના દરોડા
- ગોગો સ્મોકિંગ રોલ્સ, રોલિંગ પેપર્સ જેવા નશીલા પદાર્થો મળી આવ્યા
- સરકારના નોટિફિકેશન બાદ પોલીસની કાર્યવાહી
Gujarat police: ગુજરાતમાં (Gujarat) હાલમાં “રોલિંગ પેપર” એટલે 'ગોગો' પેપરને લઈને પોલીસ (Gujarat police) એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેર SOG પોલીસની ત્રીજા દિવસે પણ 'ગોગો' પેપરને લઈને પોલીસની રેડ યથાવત જોવા મળી રહી છે. આ સાથે પાટણમાં પણ ઓપરેશન ગોગો સ્મોકિંગ ડ્રાઇવને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે મહેસાણા જિલ્લામાં 'ગોગો' પર પોલીસે તવાઈ બોલાવી હતી.
સુરત શહેર SOG પોલીસની ત્રીજા દિવસે પણ રેડ યથાવત
સુરત શહેર SOG પોલીસ દ્વારા 'ગોગો' પેપરને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર SOG પોલીસ દ્વારા છેલ્લા દિવસથી વિવિધ વિસ્તારોમાં રેડ પાડવામાં આવી રહી છે અને જ્યાં જ્યાં તેનું વેચાણ થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસની આ કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી. આજે સિંગણપોર વિસ્તારમાં અલગ અલગ ગોડાઉનોમાં SOG એ દરોડા પાડ્યા હતા. આ દરોડા DCP રાજદીપસિંહ નકુમ અને PIની ટીમ દ્વારા પાડવામાં આવ્યા હતા ..
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ સુરત શહેર SOG પોલીસે મોટા પ્રમાણમાં હુક્કાઓ અને ગોગો પેપર ઝડપ્યા હતા. ત્યારે આજે પણ રેડ કરતા મોટા પ્રમાણમાં ગોગો પપેરનો જથ્થો મળી આવ્યો હતો.
સરકારના નોટિફિકેશન બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે 40 હજારના ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરત: નશીલા પદાર્થ તેમજ ગોગો પેપરના વેચાણને લઈ લસકાણા પોલીસ દ્વારા વિવિધ પાનના ગલ્લાઓ પર કરવામાં આવ્યું ચેકિંગ.@sanghaviharsh @GujaratPolice @CMOGuj @dgpgujarat #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે#Suratpolice #gujaratpolice #suratcitypolice #laskanapolice pic.twitter.com/ZkiFatIasV
— Surat City Police (@CP_SuratCity) December 18, 2025
પાટણમાં ઓપરેશન ગોગો સ્મોકિંગ ડ્રાઇવને લઈને કાર્યવાહી
પાટણમાં પણ ઓપરેશન ગોગો સ્મોકિંગ ડ્રાઇવને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં જિલ્લાભરમાં SOG ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 14 સ્થળો પરથી ઝડપાયા નશીલા સેવનના પદાર્થ મળી આવ્યા હતા. SOG ટીમ દ્વારા પાન પાર્લર, મેડિકલ સ્ટોર્સ, ચા પાર્લર સહિત 198 જેટલા સ્થળો પર ચેકિંગ કરાયું હતું. ત્યારે ચેકિંગ દરમિયાન ગોગો સ્મોકિંગ રોલ્સ, રોલિંગ પેપર્સ જેવા નશીલા પદાર્થો મળી આવ્યા હતા.
મહેસાણા જિલ્લામાં 'ગોગો' પર પોલીસની તવાઈ
મહેસાણા જિલ્લામાં 'ગોગો' પર પોલીસે તવાઈ બોલાવી હતી અને 4 વેપારીઓને ઝડપી લીધા છે. કડી, નંદાસણ અને બહુચરાજીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે કડીમાં બે, નંદાસણ અને બહુચરાજીમાં એક-એક જગ્યાએ કેસ નોંધાયા છે. અહીં યુવાધનને નશાના રવાડે ચડાવતી સામગ્રીનું વેચાણ થતું હતું. ત્યારે પોલીસે કાર્યવાહી કરી અલગ અલગ દરોડામાં કુલ 24510નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નશાકારક ચીજો સામે પોલીસની લાલ આંખ
આમ મહેસાણા જિલ્લા પોલીસે નશાકારક ચીજો સામે લાલ આંખ કરી છે. કડી પોલીસે બે અલગ અલગ દરોડામાં 11 બોક્સ અને 7 બોક્સ પ્રતિબંધિત રોલિંગ પેપર સાથે બે શખ્સોને ઝડપ્યા હતા અને કુલ 14880નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નંદાસણ બ્રિજ પાસે મામા પાર્લરમાં પોલીસે દરોડા પાડયા હતા. અહીથી પ્રતિબંધિત સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો હતો. જ્યારે બહુચરાજી ટાઉનમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનું વેચાણ કરતા વેપારી પર પોલીસે રેડ કરી 7500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો: "ગુનેગારોના પગ ધ્રુજી જાય એ પ્રકારે કામ થવું જોઈએ": DyCM હર્ષભાઈ સંઘવી


