ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક મેધમહેર, જાણો ક્યા પડ્યો 10 ઇંચ વરસાદ

Gujarat Rain: રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
09:40 AM Sep 07, 2025 IST | SANJAY
Gujarat Rain: રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક મેધમહેર, જાણો ક્યા પડ્યો 10 ઇંચ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં 10 ઈંચ, પોશીના, ધરમપુર તાલુકામાં 6-6 ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. 7 મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ 15 તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

Gujarat Rain: વડનગર મળી કુલ 38 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો

આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ 38 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો

જ્યારે રાજ્યના અન્ય 74 તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

આ પણ વાંચો: Gujarat Rain: વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું, જાણો ક્યા છે રેડ એલર્ટ

 

Tags :
Ahmedabad rainGujaratGujarat FirstGujarat Newsgujarat rainGujarati NewsGujarati Top Newsheavy rainMonsoon GujaratRed AlertTop Gujarati News
Next Article