Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત તોફાની બેટિંગ શરુ કરી છે. સુરત જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજે 6 વાગ્યા પછી કાળા ડિંબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એક વખત તોફાની બેટિંગ શરુ કરી છે. સુરત જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજે 6 વાગ્યા પછી કાળા ડિંબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરપાડા ,બારડોલી,મહુવા, અંબિકા તાલુકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બારડોલીનગરના આશાપુરી મંદિર, દીપ નગર, સામળીયામોરા વિસ્કારમાં વરસાદી પાણી ભરાયા હતા.
Gujarat Rain : અનેક વિસ્તારમાં ભરાયા પાણી
ઉલ્લેખનીય છે કે ચોમાસાના પ્રારંભમાં જ સુરતમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. તો બે દિવસ અગાઉ પડેલા ભારે વરસાદથી પાંડેસરામાં આવેલા એક ઈમારતનો ગેલેરી ધરાશાયી થઈ હતી. તો અન્ય જગ્યાએ વૃક્ષો પડી ગયા હોવાની ઘટના પણ સામે આવી હતી. તેમજ કેટલી જગ્યાએ ભારે વરસાદ ખાબકતા રોડ બેસી ગયા હોવાનું પણ સામે આવ્યુ હતુ.
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘરાજા ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને દમણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat News Today: આજે 02 જુલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?