Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

ભરઉનાળે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા
gujarat rain   આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે  સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
Advertisement
  • સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
  • અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ
  • ભરઉનાળે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી

Gujarat Rain : સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બારડોલી પંથકમાં વહેલી સવારે વરસાદ પડ્યો છે. જેમાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક વ્યાપી છે. ભરઉનાળે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે

ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુરતના અડાજણ, પાલ, રાંદેર અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

Advertisement

એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય

એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદ પડશે. તથા એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. આજે 21 મે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. જેમાં વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

Advertisement

4 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે

આગામી 22, 23 અને 24 મે સુધી વરસાદી વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી શકે છે. જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે, છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી, જોકે તેની અસર ગુજરાતમાં વધુ થઈ નથી. પરંતુ તેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વરસાદની સ્થિતિ સર્જાઇ છે તેમ જણાઈ આવે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી

વાવાઝોડાની સ્થિતિ વિકટ થાય તો આ સમય દરમિયાન હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 21 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×