ગુજરાતના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીતની તબિયત લથડી, છાતીમાં દુખાવા બાદ સુરતમાં હાર્ટ સર્જરી
Jayram Gamit Health Update: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીતની તબિયત અચાનક બગડતાં તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે સુરતની મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસ દરમિયાન હૃદયમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સફળ સર્જરી કરી સ્ટેન્ટ મૂક્યું છે. હાલ તેમની તબિયત સ્થિર અને સારી છે, પરંતુ તેઓ હાલ તબીબોની વિશેષ દેખરેખ હેઠળ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે.
Advertisement
Jayram Gamit Health Update : ગુજરાત (Gujarat) સરકારના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી (Sports Minister) ડો. જયરામ ગામીત (Dr. Jayram Gamit) ની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મંત્રીને છાતીના ભાગે તીવ્ર દુખાવો (Chest Pain) ઉપડ્યો હતો, જેને પગલે તેમને તાત્કાલિક સુરતની જાણીતી મૈત્રી હોસ્પિટલ (Maitri Hospital) ખાતે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબો (Doctors) ની ટીમ દ્વારા તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી હતી.

