Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat: પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા-પુત્રની ધરપકડ, જાણો મોરારીબાપુએ શું કહ્યું?

Gujarat: ધર્માંતરણના આરોપોથી ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે. સુરતના માંડવીમાં પિતા-પુત્રની ધરપકડ થઈ, અગાઉ આણંદમાં આરોગ્યકર્મી પર પણ ખ્રિસ્તી ધર્મ પરિવર્તનનું દબાણ લાવવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાઓ પર કથાકાર મોરારિબાપુએ બારડોલીમાં નિવેદન આપ્યું કે, ભય અને પ્રલોભન આપીને કોઈનું ધર્માંતરણ ન કરવું જોઈએ.
gujarat  પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા પુત્રની ધરપકડ  જાણો મોરારીબાપુએ શું કહ્યું
Advertisement
  • Gujarat માં ધર્માંતરણના એક પછી એક આરોપથી ખળભળાટ
  • સુરતના માંડવી અને અગાઉ આણંદમાં થયા આરોપ
  • ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસનો આરોપ
  • સુરતના માંડવીમાં પિતા-પુત્રની ધરપકડથી ભારે ચર્ચાનો માહોલ
  • પરિણીતાની ફરિયાદના પગલે તપાસમાં પુરાવા હાથ લાગ્યા
  • મોરારીબાપુએ ધર્માંતરણ મુદ્દે આપ્યું નિવેદન

Gujarat: ગુજરાતના સામાજિક અને ધાર્મિક જીવનમાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણ (Conversion) ના કથિત કિસ્સાઓ અને આરોપોના કારણે ખળભળાટ મચ્યો છે. સુરત (Surat) જિલ્લાના માંડવી (Mandvi) થી લઈને મધ્ય ગુજરાતના આણંદ (Anand) સુધીના વિસ્તારોમાં ખ્રિસ્તી ધર્મ (Christianity) માં પરિવર્તન કરાવવાના ગંભીર પ્રયાસોના કેસો નોંધાતા રાજ્યના વહીવટી તંત્ર અને ધાર્મિક સંગઠનોમાં ભારે ચિંતા પ્રસરી છે. આ ગરમાગરમી વચ્ચે જાણીતા કથાકાર મોરારીબાપુએ ભય અને પ્રલોભન આપીને કરાતા ધર્માંતરણ સામે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી નિવેદન આપ્યું છે. બીજી તરફ ગુજરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ ધર્માંતરને લઈ નિવેદન આપ્યું છે.

Surat માં પિતા-પુત્રની ધરપકડ

ધર્માંતરણ (Conversion) ના આરોપોનો સૌથી તાજેતરનો અને ચકચારી કિસ્સો સુરત જિલ્લાના માંડવી તાલુકા માંથી સામે આવ્યો છે. અહીં સ્થાનિક પોલીસે એક પરિણીતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને એક પિતા અને પુત્રની ધરપકડ કરી છે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Advertisement

ધર્મ પરિવર્તન માટે દબાણ!

મળતી માહિતી જાણકારી અનુસાર ફરિયાદી પરિણીતાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીના પિતા દ્વારા લાંબા સમયથી તેમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે સતત માનસિક અને સામાજિક દબાણ કરવામાં આવી રહ્યું હતું. ધર્મ પરિવર્તન કરાવવાના ઈરાદાથી આરોપીઓ દ્વારા અનેકવાર વિવિધ પ્રલોભનો આપવામાં આવ્યા હતા, જેમાં આર્થિક સહાય, સારી જીવનશૈલીનું આકર્ષણ અથવા અન્ય સામાજિક લાભો આપવાની લાલચ સામેલ હતી. પરિણીતાએ આ દબાણને વશ ન થતા આખરે કાયદાનો સહારો લીધો હતો. પોલીસ દ્વારા ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં આરોપીઓ વિરુદ્ધ ધર્માંતરણના પ્રયાસોના પુરાવાઓ પણ હાથ લાગ્યા. આ પુરાવાઓના આધારે ધર્મ પરિવર્નત કરાવતાં હોવાના આરોપસર પિતા -પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આણંદમાં આરોગ્યકર્મી પર દબાણ

માંડવીની ઘટના પહેલાં ધર્માંતરણ કરાવવાના પ્રયાસોનો આવો જ એક ગંભીર આરોપ આણંદ જિલ્લા (Anand District) માં પણ સામે આવ્યો હતો. આ કિસ્સો સરકારી વ્યવસ્થામાં કાર્યરત આરોગ્યકર્મીઓ વચ્ચે બન્યો હતો. આણંદમાં એક મહિલા આરોગ્યકર્મીએ પોતાના સાથીદાર, અન્ય એક મહિલા આરોગ્યકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પર ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપી દ્વારા ફરિયાદીને વારંવાર ધાર્મિક માન્યતાઓ બદલવા અને ચોક્કસ ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે આગ્રહ કરવામાં આવતો હતો. નોકરી સ્થળે આ પ્રકારના ધાર્મિક દબાણના આરોપોથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મોરારીબાપુનો સ્પષ્ટ સંદેશ: ભય અને પ્રલોભન ધર્મ નથી

Gujarat માં જ્યારે ધાર્મિક તણાવ વધી રહ્યો છે, ત્યારે રામકથાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં આસ્થાનો સંદેશ ફેલાવનાર કથાકાર મોરારિબાપુ (Morari Bapu) એ આ મામલે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. બારડોલીમાં આવેલા સ્વરાજ આશ્રમ ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ શ્રોતાગણને સંબોધતા મોરારીબાપુએ ધર્માંતરણના પ્રયાસોને લઈને ગહન ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે "કોઈપણ સંજોગોમાં કોએ પણ ડરાવી કે કોઈ આર્થિક અથવા અન્ય પ્રલોભન આપીને અન્ય વ્યક્તિનું ધર્મ પરિવર્તન ના કરાવવું જોઈએ. "  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દબાણથી થઈ રહેલી ધર્માંતરની પ્રવૃતિ લોકો માટે ચિંતાજનક છે.

 30-40 વર્ષથી હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે: નીતિનભાઈ પટેલ

બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ મહેસાણામાં ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભામાં હિન્દુઓની વસ્તી અને ધર્માંતરણ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા 30-40 વર્ષથી હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે અને આ માટે સમાજનું આંતરિક વિભાજન જવાબદાર છે, જેની જાણકારી તેમને વિહિપ અને સંઘ મારફતે મળી છે. તેમણે ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જતી હોવાનો ઉલ્લેખ કરતાં આરોપ લગાવ્યો કે ખ્રિસ્તીઓ ફોસલાવી-પટાવીને અને ચાલાકીપૂર્વક ધર્માંતરણ કરાવે છે.

આ પણ વાંચોઃ Kinjal Dave એ સમાજમાંથી બહિષ્કાર મુદ્દે મૌન તોડ્યું,જુઓ શું કહ્યું?

Tags :
Advertisement

.

×