Gujarat: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ
- શહેરમાં ચાલતા અનેક મસમોટા દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી કાર્યવાહી કરી
- સુરત પોલીસની તમામ બ્રાન્ચો દારૂની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ
- સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ છાપો મારી 16 જેટલા લોકોને ઝડપી પાડ્યા
Gujarat: 31 ડિસેમ્બર પહેલા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સુરત શહેરમાં ચાલતા અનેક મસમોટા દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે સુરત પોલીસનું નાક કપાઇ રહ્યું છે. સુરત પોલીસની તમામ બ્રાન્ચો દારૂની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. સુરત એસઓજી એક તરફ ડ્રગ્સનો નશો કરતા લોકોને ઝડપી પાડવા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ કીટની મદદથી સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી રહી છે. પરંતુ સુરતમાં આ પ્રમાણે ચાલતા નશાના કારોબાર સામે કાર્યવાહી કરવામાં એસઓજી સહિત અન્ય બ્રાન્ચો વામણી પુરવાર થઈ રહી છે. જે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પરથી ફલિત થઈ રહ્યું છે.
31 December પહેલાં Surar માં SMCના દરોડા | GujaratFirst
Punagam વિસ્તારમાં હળપતિ વાસમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા
State Monitoring Cell દ્વારા 16 લોકોની અટકાયત
દારૂના અડ્ડા પરથી વિદેશી દારૂની 4070 બોટલ જપ્ત કરાઈ
15 મોબાઇલ, 8 વાહનો મળી 10.47 લાખનો મુદ્દામાલ જપ્ત
દારૂનો અડ્ડો… pic.twitter.com/saSTVFgZmF— Gujarat First (@GujaratFirst) December 26, 2024
મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈને પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવાયો
મુખ્ય કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના ભાઈને પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવાયો છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી ગ્રોમોર કેમ્પસમાં જ રણજીત ઝાલા છૂપાયો હતો. તેમાં મોંઘીદાટ બીએમડબલ્યુ (BMW) સ્પોર્ટસ બાઈક લઈ ગ્રોમોર કેમ્પસમાં આવતો જતો હતો. ગ્રોમોર કેમ્પસની એડમીન ઓફિસ બિલ્ડિંગમાં રણજીત ઝાલા મહેફિલો માણતો હોવાની વિગતો સામે આવી હતી. જેમાં રણજીત ઝાલાની વિગતો મળતા જ સીઆઈડીની ટીમો સતર્ક થઈ હતી. ત્યારે સીઆઈડી (CID)ની ટીમો દ્વારા ખાનગી વેશે વોચ ગોઠવતા જ રણજીત ઝાલા હાથ લાગ્યો છે. ગ્રોમોરમા કેન્ટિન વિસ્તારમાંથી ઝડપી લઈ અટકાયત કરાઈ છે. જેમાં જીવનજરુરી સામાન સહિત રણજીત ઝાલાની અટકાયત કરી છે. તેમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓની વિગતો મળવાની શક્યતા છે. ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ માટે રણજીતની અટકાયત મહત્વની કડી સાબિત થઈ શકે છે .
છાપેમારી દરમિયાન સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ
સુરતના પુણા વિસ્તારમાં ચાલતા મસમોટા દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ છાપો મારી 16 જેટલા લોકોને ઝડપી પાડી બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યાંથી રૂપિયા 10.47 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પુણા પોલીસને સોંપી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ આ દારૂબંધી કાગળ સીમિત જોવા મળી રહી છે. દારૂબંધીના મોટા દાવા સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. હાલ 31 ડિસેમ્બર નજીક છે. બુટલેગરો પણ સક્રિય બન્યા છે. અન્ય રાજ્યમાંથી સુરતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જ્યારે ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. છતાં સુરત પોલીસ ઊંઘમાં જોવા મળી રહી છે. સુરત પોલીસની નાક નીચે ચાલતા મસમોટા દારૂના અડ્ડાઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છાપો મારવામાં આવી રહ્યો છે. જે છાપેમારી દરમિયાન સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
રૂ.10.47 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ દ્વારા મળેલી માહિતીના આધારે સુરતના પુણાગામ પોલીસ મથકની હદમાં આવેલા હળપતિવાસમાં ચાલતા મસમોટા દેશી - વિદેશી દારૂના અડ્ડા પર બુધવારની મોડી સાંજે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી દારૂનું વેચાણ કરતા અને દારૂનું સેવન કરવા આવેલા કુલ 16 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા. અહીં આવેલા દારૂના અડ્ડા પર દારૂનું સેવન કરવા આવતા લોકોને ચાખણા સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવતી હતી.ત્યાં સુધી કે બરફની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી. જ્યાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા 4070 જેટલી વિદેશી દારૂની બોટલ, 241 લીટર દેશી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા 43 હજાર, 15 મોબાઇલ, 8 જેટલા વાહનો મળી 10.47 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Ahmedabadમાં વિસરાતી વાનગીઓનો આનંદ માણી શકાશે, 400થી વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે
પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુનીલાલ રાજભર નામના બુટલેગરો અડ્ડો ચલાવતા
સ્ટેટ મોનિટરિંગ (SMC) સેલના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, માહિતીના આધારે અહીં છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી દારૂનું વેચાણ કરતા અને દારૂની મહેફિલ માણવા આવેલા તમામ 16 લોકોને રંગે હાથ ઝડપી પડાયા હતા. સ્થળ પરથી દારૂનો જથ્થો, વાહનો, રોકડા રૂપિયા સહિત 10.47 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે. જ્યારે પિયુષ ગોવિંદ રાણા અને દુર્ગેશ મુનીલાલ રાજભર નામના બુટલેગરો આ દારૂનો અડ્ડો ચલાવી રહ્યા હતા. જે રેડ પડતાની સાથે ફરાર થઈ ગયા હતા. જે બંનેને હાલ વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પુણા પોલીસને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: Operation Red Alert: TRP અગ્નિકાંડ જેવો કાંડ સર્જાય તે પહેલાં ગુજરાત ફર્સ્ટનું મોટું ઓપરેશન!
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ
મહત્વનું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની કાર્યવાહીના પગલે પુણા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જેને લઇ પુણા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિક પોલીસ મથકની હદમાં મસમોટો દારૂનો અડ્ડો ચાલતો હોય અને સ્થાનિક પોલીસ મથકના પીઆઇ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ બાબતની જાણ ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. જોકે એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે સ્થાનિક પોલીસની મીઠી નજર રહેમ હેઠળ આ દારૂનો અડ્ડો ધમધમતો હોઈ શકે છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય આ મામલે શું પગલા ભરે છે તે બાબત પણ જોવાની રહે છે.
અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Gujarat: રૂ. 6 હજાર કરોડના BZ કૌભાંડમાં CIDની ટીમને મળી મોટી સફળતા