Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: પરંપરા વાનગી તરીકે શિયાળાની સિઝનમાં ઉંબાડિયાની ભારે બોલબાલા

માટલામાં શાકભાજી ભેગી કરી લાકડા અને છાણા ગોઠવી એક કલાક સુધી બાફીને બનાવાય છે સ્વાદિષ્ટ ઉંબાડિયુ
gujarat  પરંપરા વાનગી તરીકે શિયાળાની સિઝનમાં ઉંબાડિયાની ભારે બોલબાલા
Advertisement
  • માટીના માટલામાં વિવિધ લીલા શાકભાજી મિક્સ કરી માટલું ઊંધું કરી તૈયાર થતું ઉબાડિયુ (Umbadiyu)
  • ઉંબાડિયા (Umbadiyu)માં પાપડી, તુવેર, રીંગણ, બીટ, શકરીયા સહિત વિવિધ લીલા શાકભાજી હોય છે
  • દક્ષિણ ગુજરાતમાં જાહેર માર્ગો ઉપર ઉબાડયાના સ્ટોલ ઉપર માટલામાં તૈયાર થાય છે ઉબાડિયુ (Umbadiyu)

Bharuch જિલ્લામાં જેમ ભારતીય સંસ્કૃતિમાં તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે તે પ્રકારે હવે સીઝન મુજબ પણ વિવિધ વાનગીઓનો સ્વાદ માણવાની સીઝન એટલે શિયાળો. ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી હોય તે પ્રકારે શિયાળાની સિઝનમાં ગરમ ઉંબાડિયુ કે જેને માટીના માટલામાં લીલા શાકભાજી મિક્સ કરી બાફી તૈયાર કરવામાં આવે છે. જેના પગલે સૌ કોઈ ઉંબાડિયા (Umbadiyu)નો સ્વાદ લેવા દોટ મૂકી રહ્યા હોવાના પગલે વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

Advertisement

માટલાની અંદર તમામ સામગ્રીઓ ભરવામાં આવે છે

સામાન્ય રીતે ભરૂચ (Bharuch) જિલ્લામાં અનેક વનસ્પતિઓનું ઉત્પાદન થતું હોય છે અને શિયાળાની સિઝનમાં મકરસંક્રાંતિના દિવસે વિવિધ લીલા શાકભાજીમાંથી ઊંધિયુંનો સ્વાદ લોકો માણતા હોય છે, પરંતુ શિયાળાની સિઝનમાં ઉંબાડિ (Umbadiyu)ની માંગ પણ વધુ હોય છે અને ઉંબાડિયુ (Umbadiyu) પણ ઊંધિયાની જેમ અલગ રીતે બનાવવામાં આવે છે. જે પ્રકારે ઊંધિયમાં વિવિધ વનસ્પતિ લીલા શાકભાજી વપરાય છે તે પ્રકારે જ ઉંબાડિયા (Umbadiyu) માં પણ લીલા શાકભાજી જેવા કે રીંગણ બટાકા, તુવેર, પાપડી, દૂધી, સકરીયા, બીટ, લસણ, આદુ તથા વનસ્પતિનું કોટિંગ કરી માટલાની અંદર તમામ સામગ્રીઓ ભરી માટલાને ઊંધુ કરી તેની આજુબાજુ છાણા અને લાકડા ગોઠવી એક કલાક સુધી સળગાવી બાફવામાં આવે છે અને એક કલાક બાદ ઉંબાડિયુ (Umbadiyu) સ્વાદિષ્ટ બનતું હોય જેનો સ્વાદ મેળવવા માટે જાહેર માર્ગો ઉપરથી પસાર થતાં લોકો પણ સ્ટોલ ઉપર ઉંબાડિયા (Umbadiyu)નો સ્વાદ માણવા અને ઘરે લઈ જવા માટે ભારે દોટ મૂકી રહ્યા છે ઉંબાડિયુ (Umbadiyu) કેવી રીતે તૈયાર થાય છે તે અંગેની માહિતી પણ ઉંબાડિયુ તૈયાર કરનારે આપી હતી.

Advertisement

શનિવાર અને રવિવારે ઉબાડિયા (Umbadiyu)ની માંગ વધુ હોવાનું પણ માનવામાં આવે છે

ઉંબાડિયા (Umbadiyu)નો સ્વાદ કેવો હોય છે અને શિયાળાની સિઝનમાં ઉંબાડિયુ આરોગવાથી શું ફાયદા થાય છે તે અંગેની માહિતી પણ સ્વાદ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી. શિયાળામાં વિવિધ શાકભાજી આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ ઉંબાડિયામાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે અને ઉંબાડિયુ સ્વાદિષ્ટ હોય છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોવાના કારણે ઘણા દર શિયાળામાં સૌથી વધુ ઉંબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને શનિવાર અને રવિવારે ઉંબાડિયાની માંગ વધુ હોવાનું પણ માનવામાં આવે છે.

અહેવાલ: દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Gujarat: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં મોટો ખુલાસો થતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો

Tags :
Advertisement

.

×