Gujarat Viral Video: ચૈતર વસાવાની બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા
- દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો
- અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી
- વીડિયોમાં ચૈતર વસાવા કરે છે બુટલેગર સાથે ટીમલી નૃત્ય
Viral Video: ચૈતર વસાવાના બુટલેગર સાથેના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા સામે આવી છે. જેમાં ચૈતર વસાવાએ જણાવ્યું છે કે દારુના વ્યવસાયમાં જોડાયેલા લોકોનું સમર્થન નથી કરતો. અનેક લોકો સાથે નાચવા આવતા હતા, દરેકથી પરિચય નથી. વીડિયોમાં ચૈતર વસાવા બુટલેગર સાથે ટીમલી નૃત્ય કરે છે જેમાં બુટલેગર બુધિયા ચૈતર વસાવાના ખભે હાથ રાખીને નાચ્યો! વીડિયો વાયરલ થયા બાદ ચૈતર વસાવાનો દાવો છે કે બુટલેગર બુધિયો ભાજપનો સક્રિય કાર્યકર છે.
સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને રાજકારણ ગરમાયું હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એવું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક વ્યક્તિ સાથે ટિમલી ડાન્સ કરી રહ્યાં છે. જો કે, પ્રશ્ન એ નથી તે તેઓ ટિમલી ડાન્સ કરી રહ્યાં છે, પરંતુ વીડિયો વાયરલ થવાનું કારણે એવું સામે આવ્યું છે કે, તેઓ બુટલેગર સાથે ડાન્સ કરીને રહ્યાં છે. આખરે બુટલેગર સાથે ધારાસભ્ય ચૈતર વસાવાઓ શા માટે ડાન્સ કરવો પડ્યો? સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સુરતમાં કોઈ પ્રસંગમાં ગયાં હતાં અને ત્યાં ટિમલી ડાન્સ કર્યો હતો. ચૈતર વસાવાના ખભે હાથ મુકીને બુટલેગર બુધિયો સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
બુટલેગર સાથે ડાન્સને લઈ ચૈતર સામે અનેક સવાલ
સુરતમાં કોઈ એક કાર્યક્રમમાં જવું અને ત્યાં જઈને બુટલેગર સાથે ટિમલી ડાન્સ કરવો એ ધારાસભ્યને શોભે તેવું વર્તન નથી. બુટલેગર સાથે શા માટે ડાન્સ કરવો પડ્યો? શું ચૈતર વસાવાનો આ બુટલેગર સાથે શું સંબંધ છે? આ વીડિયો વાયરલ થયા પછી આવા અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, અત્યારે આ વીડિયો મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી. પરંતુ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Trending Story : આંખોની રોશની પાછી લાવવા માટે દાંતનો ઉપયોગ! કેનેડામાં થયું અનોખું ઓપરેશન