Gujarat Weather Alert: સુરતવાસીઓ ચેતજો, ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી
- કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ
- અચાનક થયેલા વૃક્ષ ધરાશાઈ થતા પિતા-પુત્ર નીચે દબાઈ ગયા
- સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
Gujarat Weather Alert: ગુજરાત હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા પાસે કેનાલ રોડ પર આવેલા બાળ હનુમાનજી મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું હતું. જેને લઈને નાસભાગ મચી ગઇ હતી.
અચાનક થયેલા વૃક્ષ ધરાશાઈ થતા પિતા-પુત્ર નીચે દબાઈ ગયા
અચાનક થયેલા વૃક્ષ ધરાશાઈ થયેલ ઘટનાને લઈને શાકભાજી લેવા આવેલ પિતા-પુત્ર નીચે દબાઈ ગયા હતા. હાજર લોકોએ અને તંત્રના માણસોએ તેઓને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક મદદ મળતા પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો. ત્યારે સદ નસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ઉમરપાડા 49 મીમી, માંડવી 3 મીમી, કામરેજ 3 મીમી, ઓલપાડ 07 મિમી, માંગરોળ 26 મિમી,પલસાણા 24 મીમી, બારડોલી 15 મીમી, અને મહુવા 3 મીમી વરસાદ નોંધાયો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગઇકાલે બપોરે 1 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઝાડ પડવાની ઘટના બની હતી. તાજપોર બુજરંગ ગામમાં પણ ઝાડ પડ્યું હોવાથી લાઇટ ડૂલ થઈ ગઈ હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ પડવાના બનાવો બન્યા હતા. આગામી 1-2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર,ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. આગામી 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને 5 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, અરવલ્લી, મહીસાગર, અમરેલી,નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: Gujarat: સ્ટેમ્પ ડ્યુટીને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, CM ભૂપેન્દ્રભાઇનો સંવેદનશીલ સકારાત્મક અભિગમ