Harshbhai Sanghavi : અત્યાર સુધી 1 હજાર ગુનેગારોના અતિક્રમણો દૂર કરાયા
- Chandola Lake Demolition પર ગૃહ રાજ્ય મંત્રીના નિવેદન
- ચંડોળા તળાવમાં ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી: Harshbhai Sanghavi
- ફેઝ ટુ અને થ્રીની કામગીરી હવે શરૂ કરવામાં આવશે: Harshbhai Sanghavi
- ચંડોળા તળાવ ફરીથી ચંડોળા તળાવ જેવું બનશે: Harshbhai Sanghavi
Harshbhai Sanghavi : ગુજરાત સરકારે ચંડોળા લેક ડિમોલિશન સંદર્ભે જે કામગીરી કરી છે તેના પર Gujarat First એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વાતચીત કરી છે. Chandola Lake Demolition કામગીરી મુદ્દે હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ચંડોળા તળાવમાં સરકારે દબાણ હટાવવાની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને હવે ફેઝ ટુ અને થ્રીની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવને ફરીથી ચંડોળા તળાવ જેવું બનાવવામાં આવશે.
બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી
ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi એ ચંડોળા લેક ડિમોલિશન મુદ્દે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર Bangladeshi ઘુસણખોરો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીને પકડવા માટે સરકાર એક અભિયાન ચલાવી રહી છે. કોઈ પણ Bangladeshi ને છોડવામાં આવશે નહીં. આ બાબતો સંદર્ભે અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છે. બાંગ્લાદેશી ઘુસણખોરોને ડિપોર્ટ કરવામાં આવશે. ફરજી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓ ભારતીય નાગરિક બની જાય છે. આવા લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે. હજૂ તો શરૂઆતના મહોરા ઝડપાયા છે. મોટા ભેજાબાજોની પણ ધરપકડ કરવામાં આવશે. રાજ્ય સરકાર એવા વિસ્તારને ધ્વસ્ત કરી રહી છે જ્યાંથી અલકાયદાના 4 આતંકીઓ ઝડપાયા હતા.
-ચંડોળા તળાવ પાસે કાર્યવાહીને લઈને ગૃહરાજ્ય મંત્રીની નિવેદન
-ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાત
-ચંડોળા તળાવમાં સરકારે દબાણો દૂર કર્યા: હર્ષભાઈ
-ફેઝ વનની કામગીરી પૂર્ણ કરવામાં આવી: હર્ષભાઈ
-ફેઝ ટુ અને થ્રીની કામગીરી હવે શરૂ કરવામાં આવશે: હર્ષભાઈ
-ચંડોળા તળાવ… pic.twitter.com/DaJOA2PoEE— Gujarat First (@GujaratFirst) May 4, 2025
આ પણ વાંચોઃ Ahmedabad : દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએઃ ગગજી સુતરિયા
1 હજાર ગુનેગારોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi એ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, અત્યાર સુધી 1 હજાર ગુનેગારો દ્વારા સરકારી જગ્યા પર કરવામાં અતિક્રમણો દૂર કરી દેવાયા છે. આ તમામ લોકોની મિલકત સબંધી તપાસ પણ કરવામાં આવશે. Bangladeshi ને મદદ કરનારા એજન્ટો દેશ છોડી ભાગી ગયા છે. આવા એજન્ટોને પણ છોડવામાં નહીં આવે. ચંડોળા તળાવમાં સરકારે દબાણ હટાવવાની ફેઝ વનની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને હવે ફેઝ ટુ અને થ્રીની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવને ફરીથી ચંડોળા તળાવ જેવું બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ VADODARA : યોગાચાર્ય રાજેશ બારોટને એનાયત “ભારતનો ગૌરવ” પુરસ્કાર