Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં 18 યુગલ લગ્નબંધનમાં જોડાયા, આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું હતુ આયોજન

Surat : સુરતના પલસાણા ખાતે આયોજિત દક્ષિણ ગુજરાત આહીર સમાજના 26 માં સમૂહ લગ્ન મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ સહ પ્રસન્ન દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, સમૂહ લગ્નનું આયોજન સુંદર છે અને સમાજમાં સમૂહ લગ્ન થવા જોઈએ જેથી સમાજની એકતા પણ વધે.
surat   નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં 18 યુગલ લગ્નબંધનમાં જોડાયા  આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું હતુ આયોજન
Advertisement
  • Surat મા સમૂહ લગ્નનું કરાયું આયોજન
  • પલસાણા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું
  • નાયબ મુખ્યમંત્રીએ સમૂહ લગ્નમાં આપી હાજરી
  • દક્ષિણ ગુજરાત આહીર સમાજ દ્વારા લગ્નનું આયોજન
  • 18 નવયુગલો જીવનસાથી બન્યા

Surat : સુરતના પલસાણા ખાતે દક્ષિણ ગુજરાત આહીર સમાજ (ahir comunity) દ્વારા 26માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (harsh bhai sanghvi) નવદંપતીઓને આશીર્વાદ (blessing) સહ પ્રસન્ન દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. હર્ષભાઈ સંઘવીએ વધુમાં કહ્યું કે, ​સમૂહ લગ્ન એ માત્ર એક પ્રસંગ નથી, પણ આપણા સમાજની એકતા, સાદગી અને પરસ્પર સહયોગનું જીવંત ઉદાહરણ છે ત્યારે આવા સેવાકીય પ્રકલ્પો થકી જ સમાજની ઉન્નતિ શક્ય છે. આ સુંદર આયોજન બદલ સમસ્ત આહીર સમાજને લાખ-લાખ અભિનંદન પણ પાઠવ્યા હતા.

Surat ના પલસાણામાં સમૂહ લગ્નનું આયોજન

સુરતના પલસાણામાં રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને દક્ષિણ ગુજરાત સુરત આહીર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 26માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. પલસાણા મણીબા આહિર હોલ ખાતે યોજવામાં આવ્યા હતા સમૂહ લગ્ન. આ સમૂહ લગ્નમાં 18 જેટલા નવયુગલો લગ્નગ્રંથિએ જોડાયા હતા અને સમાજના આગેવાનો, પરિવારો અને મોટી સંખ્યામાં લોકો આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા. સમૂહ લગ્ન દ્વારા સરળ અને સંસ્કારી રીતે લગ્ન કરવાની પરંપરા આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

harsh sanghvi gujarat first

Advertisement

ખેડા જિલ્લામાં પણ આજે યોજાયા સમૂહ લગ્ન

રાજ્યના મંત્રી અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા (Sanjaysinh Mahida) અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે આજે ચોથા ભવ્ય સમૂહ લગ્નનું (Mass Wedding) આયોજન નડિયાદ-ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા-બાપ વિહોણી અને જરુરિયાતમંદ પરિવારની 101 દીકરીઓના લગ્ન અત્યંત ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. મંત્રી સંજયસિંહ મહિડાએ તમામ દીકરીઓને વિદાય આપી વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે આ આયોજન દર વર્ષે ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે. આ મંગલમય પ્રસંગે આશીર્વાદ આપવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) અને સાંસદ દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જગદીશભાઈએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી (Schedule) સમય કાઢીને નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો : Kheda: ધારાસભ્ય Sanjaysinh Mahida દ્વારા 101 દીકરીઓના ચોથા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

Tags :
Advertisement

.

×