Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harsh Sanghvi : સુરતમાં નવા DyCM હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ, પોલીસ, લવ જેહાદ સહિત આ મુદ્દાઓ પર કરી વાત

રાજ્યનાં નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સુરતનાં સરસાણામાં અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન, તેમણે તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, 'આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી છે. BJP ના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. અમિત શાહના ઉદાહરણને કારણે મને પ્રેરણા મળી.' તેમણે ગુજરાત પોલીસની કામગીરી, લવ જેહાદ સહિતનાં મુદ્દાઓ વાત કરી.
harsh sanghvi   સુરતમાં નવા dycm હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ  પોલીસ  લવ જેહાદ સહિત આ મુદ્દાઓ પર કરી વાત
Advertisement
  1. DyCM બન્યા બાદ Harsh Sanghvi પ્રથમ વખત Surat ની મુલાકાતે
  2. સુરતનાં સરસાણામાં સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા
  3. સમર્થકો, કાર્યકરોને રોડ શો, ભપકાદાર ઉજવણીથી દૂર રહેવા કરી અપીલ
  4. "આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું"
  5. અમિત શાહના ઉદાહરણને કારણે મને પ્રેરણા મળી : હર્ષ સંઘવી
  6. પોલીસ અધિકારીઓ ચાર્જ લેતાની સાથે જ ફિલ્ડ પર હોય છે : હર્ષ સંઘવી
  7. "મોડસ ઓપરેન્ડી હેઠળ દીકરીઓનો દુરુપયોગ નહીં થવા દઈએ"

Surat : આજે દિવાળીનાં ( Diwali 2025) પવિત્ર દિવસે રાજ્યનાં નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (DyCM Harsh Sanghvi) સુરતની મુલાકાત લીધી. અહીં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં પાર્ટીનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, 'આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ (PM Modi) ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી છે. આજે ભારતીય જનતા પાર્ટીના (BJP) શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. અમિત શાહના (Amit Shah) ઉદાહરણને કારણે મને પ્રેરણા મળી.' આ સાથે તેમણે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી.

Advertisement

આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું : DyCM Harsh Sanghvi

દિવાળીનાં દિવસે સુરતનાં (Surat) સરસાણામાં રાજ્યનાં નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો (DyCM Harsh Sanghvi) અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપનાં કાર્યકરો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી છે. અમિત શાહના ઉદાહરણને કારણે મને પ્રેરણા મળી છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મારા પરિવારમાં કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ જોડે જોડાયેલ નથી. પરંતુ, આજે નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપી છે. આજે સેવા કરવાનો મોકો મળ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીનાં (BJP) શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : સેક્ટર 17 માં ધારાસભ્યો માટે 9 માળના 12 એપાર્ટમેન્ટ અને 216 ફ્લેટ તૈયાર

નાની-મોટી ઘટનામાં લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસે કામ કર્યું : હર્ષ સંઘવી

નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીને બિરદાવી અને પોલીસ તંત્રનાં વખાણ કર્યા. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ ચાર્જ લેતાની સાથે જ ફિલ્ડ પર હોય છે. નાની-મોટી ઘટનામાં લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસે કામ કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, ભારતની સરહદમાં આવતું ડ્રગ્સ રોકવામાં મોટી સફળતા મળી છે. હવે લોકલ પેડલર્સને કેવી રીતે સાફ કરવા તે દિશામાં કામગીરી કરીશું. યુવાધનને બરબાદ થતું અટકાવવાનું છે. 100 કલાકની અંદર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી. ગુનેગારોએ કબજો કરેલી જગ્યાઓ સામે કાર્યવાહી કરાઈ છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, લોકોના ઘરમાં ન્યાય રૂપી દીપ પ્રગટાવવા પોલીસ કામગીરી કરશે. પોલીસ પરિવારોને દિવાળીની શુભેચ્છા અન અભિનંદન.

આ પણ વાંચો - Diwali 2025 : ગીતામંદિર ST બસ સ્ટેન્ડે વહેલી સવારથી પ્રવાસીઓનું કિડીયારું, પગ મૂકવાની જગ્યા નહીં!

'ગુજરાતની સરહદની અંદર લવ જેહાદ જેવું કારસ્તાન નહીં ચલાવવા દઈએ'

ઉપરાંત, તેમણે કહ્યું કે, તેરા તુજકો અર્પણ (Tera Tujko Arpan) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. મૂળ માલિકને તેની વસ્તુઓ આપવામાં આવી. હજારો લોકોને તેમનો કિંમતી સામાન પરત કરવામાં સફળતા મળી છે. લોકોનાં ચહેરા પર હાસ્ય લાવવાનું કાર્ય ગુજરાત પોલીસે કર્યું છે. આ સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ લવ જેહાદને (love jihad) લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું કોઈ પ્રેમનો વિરોધી નથી. પરંતુ, કોઈ મોડસ ઓપરેન્ડી હેઠળ દીકરીઓનો દુરુપયોગ નહીં થવા દઈએ. દીકરીઓનું જીવન બરબાદ કરનારને છોડવામાં નહીં આવે. ગુજરાતની સરહદની અંદર લવ જેહાદ જેવું કારસ્તાન નહીં ચલાવવા દઈએ. આ સાથે DyCM હર્ષ સંઘવીએ સમર્થકો, કાર્યકરોને રોડ શો, ભપકાદાર ઉજવણીથી દૂર રહેવા અપીલ પણ કરી છે.

આ પણ વાંચો - Harsh Sanghavi : પદોન્નતિ પછી પહેલી વાર વતનમાં-કોઈ દેખાડો નહીં

Tags :
Advertisement

.

×