Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harshbhai Sanghavi: વ્યાજખોરો અને હથિયાર સાથે રાખીને વટ પાડતા લોકો પર તવાઈ

ગુજરાત રાજ્યમાં હથિયાર લઈને વટ પાડતા લોકો પર તવાઈ લાવશે પોલીસ. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ કડક શબ્દોમાં જણાવ્યું છે કે, વટ મારવા માટે હથિયાર લઈને ફરશો તો લાયસન્સ રદ કરવામાં આવશે. વાંચો વિગતવાર.
harshbhai sanghavi  વ્યાજખોરો અને હથિયાર સાથે રાખીને વટ પાડતા લોકો પર તવાઈ
Advertisement
  • વ્યાજખોરો અને હથિયાર સાથે રાખીને વટ પાડતા લોકો પર તવાઈ
  • વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા : Harshbhai
  • વિઝિબલ રીતે હથિયાર લઇને ફરશો તો પછતાશો: Harshbhai Sanghavi
  • કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી Tiranga Yatra દ્વારા સેનાનો આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે

Harshbhai Sanghavi: ગુજરાતમાં વ્યાજખોરો અને હથિયાર સાથે રાખીને વટ પાડતા લોકો મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ કડક શબ્દોમાં નિવેદન આપ્યા છે. તેમણે જણાવ્યું કે, માત્ર વટ મારવા માટે હથિયાર લઈને ફરશો તો પછતાશો અને હથિયારનું લાયસન્સ રદ કરવામાં આવશે. હર્ષભાઈ સંઘવીએ વ્યાજખોરોને આડેહાથ લેતા જણાવ્યું કે, આખા રાજ્યમાં વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા છે.

વ્યાજખોરો પર તવાઈ

Harshbhai Sanghavi એ આજે ગુજરાતમાં વ્યાજખોરો પર ગુજરાત પોલીસ કેવી રીતે સકંજો કસી રહી છે તેનું વર્ણન કરતા જણાવ્યું છે કે, આખા રાજ્યમાં વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, વ્યાજખોરો સામે ગુજસીટોક (Gujsitok) સહિતના ગુના દાખલ કરાયા છે. ગુજરાતમાં ચારેય દિશામાં એટલે કે સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોને અંકુશમાં લેવાની આ પ્રક્રિયા ચાલી રહી છે.

Advertisement

હથિયાર સાથે રાખીને વટ મારવો ભારે પડશે

ગુજરાતમાં બર્થ ડે સેલિબ્રેશન કે વરઘોડામાં હથિયારનો ઉપયોગ કેટલાક લોકો કરતા હોય છે. આ ઉપરાંત જે તે વિસ્તારના માથાભારે તત્વો સાથે હથિયાર રાખીને વટ મારતા હોય છે. આ લોકો પર અંકુશ લાવવા માટે ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi એ ગુજરાત પોલીસને સખત શબ્દોમાં આદેશ કર્યા છે. હર્ષભાઈ સંઘવીએ આજે જણાવ્યું છે કે, માત્ર માત્ર વટ મારવા માટે હથિયાર લઈને ફરશો તો પછતાશો અને હથિયારનું લાયસન્સ રદ કરવામાં આવશે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું છે કે, વિઝિબલ રીતે હથિયાર લઈને ફરશો તો પછતાશો.

Advertisement

આ પણ વાંચોઃ  VADODARA : 3 વર્ષની દિકરીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ જમાવ્યું

ભારતીય સેનાની કરી પ્રશંસા

તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર હર્ષભાઈએ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય જવાનોએ આતંકીઓના આકાઓને ઘરમાં ઘૂસીને માર્યા. સેનાના જવાનોને દિલથી સલામ અને અભિનંદન છે. જ્યારે તમે મંદિરે જાવ અને પોતાના માટે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના દેશના એક-એક સૈનિકો માટે કરો. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી સર્વ ધર્મ લોકો એકસાથે મળી તિરંગા યાત્રા કરી દેશની સેનાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. સેનાના જવાનોનો સુરત વતી હું આભાર માનીને અભિનંદન પાઠવું છું.

PM મોદીએ જવાનોનું મનોબળ કર્યુ મજબૂત

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કરેલા કાર્યોથી દુનિયાભરમાં આપણા દેશની ઈમેજ બદલાઈ ગઈ છે. વડાપ્રધાને સેનાનું મનોબળ મજબૂત કર્યુ છે. નિર્દોષ ભારતીય લોકોના જીવ લેનાર એક એક આતંકીઓ અને તેમના આકાઓના ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત મહત્વના ઠેકાણા ધ્વસ્ત કરી દીધા છે. દેશની સેના પર દરેક ભારતીયને ગર્વ છે. PM Narendra Modi માં ગોળી સામે ગોળો ચલાવવાની ક્ષમતા છે.

આ પણ વાંચોઃ  ગોંડલના પ્રખ્યાત ચિત્રકારએ ઓપરેશન સિંદૂરની બહાદુર મહિલા અધિકારીઓના ચિત્ર બનાવી અનોખી દેશભક્તિ દાખવી

Tags :
Advertisement

.

×