Surat : નકલીની ભરમાર ! ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા એકમો પર આરોગ્ય વિભાગના દરોડા
- Surat : ભેળસેળ યુક્ત પનીર અને ચીઝનું વેચાણ યથાવત !
- આરોગ્ય વિભાગે વધુ બે સંસ્થા પર પાડ્યા દરોડા
- બાતમીના આધારે આરોગ્ય વિભાગે પાડ્યા હતા દરોડા
- પનીર અને ચીઝના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
Surat : સુરતમાં ભેળસેળ યુક્ત પનીર અને ચીઝનું વેચાણ યથાવત હોવાનું સામે આવ્યું છે. સુરતની વધુ 2 સંસ્થાઓના નમૂના ધારા ધોરણ મુજબ ન હોવાનું સામે આવ્યું છે. બમરોલીના સુખીનગરની માતેશ્વરી ડેરી એન્ડ સ્વીટમાં બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. યોગીચોકની શ્રીજી ફૂડમાંથી લેવાયેલા ચિઝ એનાલોગ અને પનીર એનાલોગ ના નમૂના ધારા ધોરણ મુજબ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અખાદ્ય વિભાગનું વેચાણ કરતા એકમો પર દરોડા
ઉલ્લેખનીય છે કે બંને સંસ્થાઓમાંથી લેવાયેલા નમૂના પાલિકા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા હતા. ત્યારે માતેશ્વરી ડેરી એન્ડ સ્વીટની નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ બ્રાન્ડ મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શ્રીજી ફૂડસની નોન બ્રાન્ડેડ પનીર મીડિયમ અને ફેટ પનીર એનાલોગ પણ મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. જેથી પાલિકામાં આરોગ્ય અને ફૂડ વિભાગે બંને સંસ્થાઓ સામે ફૂડ એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
પનીર અને ચીજના સેમ્પલ લેવાયા(Surat)
પ્રાપ્તથતી માહિતી અનુસાર સુરતમાં ફરી એક વખત મનપાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સુરતમાં માતેશ્વરી ડેરી એન્ડ સ્વીટ અને શ્રીજી ફૂડસમાંથી પનીર અને ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા. બંન્ને સંસ્થામાંથી લેવામાં આવેલા પનીર અને ચીજના નમૂના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો- અરવલ્લીમાં માઇનિંગ પર કેન્દ્રનો મોટો નિર્ણય: નવી લીઝ આપવા પર મુકાયો સંપૂર્ણ પ્રતિબંધ


