Heavy Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
Advertisement
Heavy Rain Forecast in South Gujarat: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

